રાજ્યમાં આવેલ કેટલીક નગરપાલિકાઓમાં ફરજો બજાવતા સફાઇ કામદારો, ફાયરના સ્ટાફને પૂરતા સલામતીના સાધનો સિવાય ચામડીના રોગો થવાની ફરિયાદો

રાજ્યમાં આવેલ કેટલીક નગરપાલિકાઓમાં ફરજો બજાવતા સફાઇ કામદારો, ફાયરના સ્ટાફને પૂરતા સલામતીના સાધનો સિવાય ચામડીના રોગો થવાની ફરિયાદો
Spread the love

રાજ્યમાં આવેલ તમામ નગરપાલિકાઓમાં ફરજો બજાવતા આવશ્યક સેવાઓના કર્મચારીઓ સફાઈ કામદારો તેમજ આરોગ્યની સેવાઓ સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓ,પાણી પુરવઠો સપ્લાય કરતાં કર્મચારીઓને જરૂરી સલામતીના સાધનોની સુવિધાઓ પુરી પાડવા ન આવતા ઘણી નગરપાલિકા ઓના કર્મચારીઓને કેમિકલ યુક્ત દવાના કારણે ચામડીના રોગો થવાની દહેશત….તાજેતરમાં કોરોના વાઇરસથી સમગ્ર વિશ્વમાં રોગચાળો ફેલાઈ ચુક્યો હોય ગુજરાતમાં વધુ ફેલાવો ન થાય તે સંદર્ભે ભારત સરકાર/ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ભારતમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. અને તમામ કચેરીઓ બંધ કરાવવામાં આવેલ છે માત્ર નગરપાલિકાઓમાં આવશ્યક સેવાઓ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જેમાં આરોગ્ય લક્ષી સેવાઓ ચાલુ રાખવામાં આવેલ છે. જેમાં સફાઈની કામગીરી,ભૂગર્ભ ગટર સફાઈ, ફાયરના સ્ટાફ સાથે જાહેર રસ્તાઓ, મહોલ્લાઓ સેનિટાઈઝ કરવાની કામગીરી પણ ચાલુ રાખવામાં આવેલ છે.આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓએ પોતાની જાનની પરવા કર્યા વગર પોતાની ફરજો બજાવી રહ્યા છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં નગરપાલિકાઓના આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓ સરકારની સાથે ખભેખભા મિલાવીને નગરના નાગરિકોને પાણી પુરવઠો,સફાઈ જેવી આવશ્યક સેવાઓ પૂરી પાડી રહ્યા છે

આમ લોકોના આરોગ્યની પરવા કરીને શહેરના જાહેર રસ્તાઓની સફાઈ,ગટરોની સફાઈ અને રસ્તાઓ મહોલ્લાઓને સેનિટાઈઝ કરવાની ફરજો બજાવી રહ્યા છે નગરપાલિકાઓના કર્મચારીઓ આ આવશ્યક સેવાઓ અંગેની કામગીરી કરી રહ્યા છે.તે કર્મચારીઓ સાથે કેટલાક નાગરિકો દ્વારા, સદસ્યો દ્વારા કેટલીક નગરપાલિકાઓમાં ગેરવ્યાજબી વર્તન થયાની પણ ફરિયાદો બનવા પામી છે તો તેનાં હક્કોને ધ્યાનમાં રાખીને આવા તત્વોની સામે તાત્કાલિક અસરથી જરૂરી કાર્યવાહી કરવામાં આવે અને આ આવશ્યકસેવાઓ સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓ માટે જરૂરી તમામ સલામતીના સાધનો પુરા પાડવા તેમજ આવી ઘટનાઓ ન બનવા પામે તે માટે રાજ્યમાં આવેલ તમામ નગરપાલિકાઓના ચીફ ઓફિસરશ્રીઓને તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મારફતે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સૂચનાઓ આપવામાં આવે જેથી સ્થાનિક પોલીસ દ્વારા જરૂરી રક્ષણ આપવા મા આવે તે માટે જરૂરી આદેશો તાત્કાલિક અસરથી કરવા માટે પણ વિનંતીઓ કરવામાં આવેલ છે.

નગરપાલિકાનાં વહીવટી તંત્ર દ્વારા સફાઈ કામદારોને અને આરોગ્યની સેવાઓ,પાણી પુરવઠાની સેવાઓ,ફાયરની સેવાઓ સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓની સલામતી માટેના સાધનો સિવાય સફાઈ કામગિરી કરાવવા માટે ફરજ પાડવામાં ન આવે અને તેમનું આરોગ્ય જોખમાય નહી તેની સંપૂર્ણપણે તકેદારી રાખવામાં આવે તેમજ હાલમાં બાયોમેટરીક હાજરીના બદલે મેન્યુઅલ હાજરી ભરવામાં આવે જેનાથી અન્ય કર્મચારીઓને આ વાયરસથી સંક્રમણ ન થાય જેથી ચેપનો ફેલાવો ન થાય.તેની સંપૂર્ણપણે તકેદારી રાખવામાં આવે.
રાજ્યની નગરપાલિકાઓમાં ઉપયોગમાં લેવામાં આવતા વાહનો અને મશીનરીઓને દરરોજ સેનીટાઈઝ કરવા અને એ માટે જરૂરી દવાનો જથ્થો રિજીઓનલ કમિશ્નર શ્રીઓ દ્વારા ચકાસવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવે જેથી માહિતી અંગે ચોકસાઈ થઈ શકે.અને ફિલ્ડ વર્ક તથા ઓફીસ સ્ટાફ માટે પણ કચેરી સલામત રીતે સેનીટાઇઝ કરવામાં આવે તેની પણ ચોકસાઈ કરવામાં આવે જેથી આવશ્યક સેવાઓની ફરજો બજાવતા કર્મચારીઓ તેમનું રક્ષણ કરી શકે તેમ છતાં ઘણી નગરપાલિકા ઓમાં ચામડીના રોગો થવાની ફરિયાદો સામે આવી રહી છે.
આ અંગે રજૂઆતો કરવામાં આવી છે છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ હકારાત્મક અભિગમ અપનાવ્યો નથી.

અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ.ગુજરાત રાજ્ય

Admin

Admin

9909969099
Right Click Disabled!