મહેસાણા જિલ્લા ભાજપના યુવા મોરચાના પ્રમુખ દ્વારા કડીમાં 1000 માણસો માટેનો સેવાયજ્ઞ

મહેસાણા જિલ્લા ભાજપના યુવા મોરચાના પ્રમુખ દ્વારા કડીમાં 1000 માણસો માટેનો સેવાયજ્ઞ
Spread the love

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ કહેર વધતો જાય છે ત્યારે દેશમાં કોરોના ને હરાવવા માટે વહીવટી તંત્ર દ્વારા 21 દિવસનું લોકડાઉન આપવામાં આવ્યું છે. આ લોકડાઉનના સમયગાળા માં બધા લોકોને ધંધા રોજગાર બંધ કરી ને ઘરમાં પુરાઈ રહેવાની નોબત આવી છે ત્યારે 21 દિવસના લોકડાઉનના સમયગાળામાં ધંધા-રોજગાર અને ઉદ્યોગો બંધ થયી જવાના કારણે રોજીંદી મજૂરી કરી પેટીયું રળતા શ્રમિક વર્ગના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે કડીના વતની અને મહેસાણા જિલ્લા ભાજપના યુવા મોરચાના પ્રમુખ પ્રકાશભાઈ પટેલ દ્વારા કડી શહેરમાં 1000 જેટલા શ્રમિક લોકોને બે ટંકનું ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે.

કડી શહેરમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટ અને જીવનજરૂરિયાત ની ચીજવસ્તુઓ નું પેકીંગ કરી શ્રમજીવી પરિવારોને પહોંચાડવામાં આવી રહી છે ત્યારે જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રકાશભાઈ પટેલ(રાજમોતી ગ્રૂપ) દ્વારા પણ શ્રમજીવી પરીવારોની મુશ્કેલીઓને ધ્યાનમાં લઈ કડી શહેર તથા તાલુકાના ગામડાઓમાં રહેતા શ્રમિકો ને તેમના ગ્રૂપ દ્વારા સવાર અને સાંજ એમ બન્ને ટંક થયીને 1000 કરતા પણ વધારે માણસોને જમવાનું પૂરું પાડી રહ્યા છે.

કડી માં થોળ રોડ ઉપર આવેલ રાજીવનગરમાં જોગણી માતાના મંદિરના પરિસરમાં બન્ને સમય ભોજન તૈયાર કરવામાં આવે છે ત્યારે બાદ પ્રકાશભાઈ તેમની ટીમ સાથે સમગ્ર કડી શહેર તેમજ તાલુકાના ગામડાઓમાં ભારે હાલાકીનો સામનો કરી રહેલા શ્રમજીવી પરીવારો ને જમવાનું પૂરું પાડી તેમની આંતરડી ઠારવાનું કામ કરી રહ્યા છે.પ્રકાશ પટેલ વૈશ્વિક મહામારીને સમયમાં પક્ષાપક્ષી થી દુર રહી માનવતાની સેવાનો ભેખ ધારણ કરી શ્રમજીવી લોકોની આંતરડી ઠારવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે.

શ્રમજીવી પરીવારોને જમવા ઉપરાંત લોકોની સેવામાં ચોવીસ કલાક સેવામાં ખડેપગે ઉભા રહેલારહેલા પોલીસ જવાનોને ચા પાણી તથા નાસ્તાની વ્યવસ્થા પુરી પાડવામાં આવે છે.પ્રકાશ પટેલ ની સેવાનું ભગીરથ કાર્ય જોઈ કડીના ધારાસભ્ય કરશનભાઇ સોલંકી, બિન અનામત વર્ગના ડાયરેકટર હીમાંશુભાઈ ખમાર,કડી પાલિકા પ્રમુખ શારદાબેન પટેલ,ઉપપ્રમુખ નિલેશભાઈ નાયક તથા મહેસાણા વી.એચ.પી.ના અધ્યક્ષ દિનેશભાઇ પટેલે રૂબરૂ મુલાકાત લઈ પ્રકાશ પટેલ અને તેમના ગ્રૂપ ને માનવતાની સેવાના ભગીરથ કાર્ય સંદર્ભે અભિનન્દન આપ્યા હતા.

IMG-20200407-WA0025.jpg

Admin

Dhaval

9909969099
Right Click Disabled!