અરવલ્લી ધનસુરા ગ્રામ પંચાયત ધ્વારા માસ્કનું વિતરણ

અરવલ્લી ધનસુરા ગ્રામ પંચાયત ધ્વારા માસ્કનું વિતરણ
Spread the love

અરવલ્લી જિલ્લાના ધનસુરામાં કોરોના વાઇરસ સામે લડવા ગ્રામ પંચાયત ધ્વારા વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકોનાં સ્વાસ્થની સુરક્ષા માટે નિ:શુલ્ક માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન સચિનભાઈ પટેલ તેમજ ધનસુરાના સરપંચ યશવંતભાઈ પટેલએ ધનસુરાના જનતાનગર વિસ્તારમાં ઘેર ઘેર જઈને માસ્કનું વિતરણ કર્યું હતું. તેમજ ધનસુરામાં કોરોના સામે જાગૃતિ માટે ઘરે જઈને સૂચના આપી હતી.

ધનસુરા ગ્રામ પંચાયત ધ્વારા કોરોના ને લઈ વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. ગામમાં જાગૃતિ માટે વાહનો ધ્વારા માઈક થી સૂચનાઓ આપવી, દવા છંટકાવ જેવા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. આ માસ્ક વિતરણ માં જીલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન સચીનભાઈ પટેલ, ધનસુરાના સરપંચ યશવંતભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ જીજ્ઞેશભાઈ પટેલ, વિજયભાઈ પટેલ, તલાટી કમ મંત્રી મહેશભાઈ પ્રજાપતિ, પ્રદીપભાઈ ભાવસાર, અર્પણભાઈ પટેલ, આકાશભાઈ, ગોપાલભાઈ તથા ગ્રામ પંચાયત નાં સ્ટાફ દ્વારા ગામમાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG-20200409-WA0135.jpg

Admin

Kuldip

9909969099
Right Click Disabled!