વડોદરામાં વધુ 18 કોરોના પોઝિટીવ

વડોદરામાં વધુ 18 કોરોના પોઝિટીવ
Spread the love

વડોદરામાં કોરોના પોઝિટિવની સંખ્યામાં વધારો થયો છે. વડોદરામાં વધુ 18 લોકોના કેસ પોઝિટિવ આવ્યાં છે. પણ વડોદરામાં 18 પોઝિટિવ કેસ આવ્યાં હતા. આ સાથે જ વડોદરામાં એક જ દિવસમાં 36 કેસ સામે આવ્યાં છે. વડોદરામાં કોરોનાના કુલ દર્દીની સંખ્યા 95એ પહોંચી ગઈ છે. વડોદરા શહેરમાં છેલ્લા 7 દિવસમાં કોરોના વાઈરસ વિસ્ફોટની જેમ ફેલાઇ રહ્યો છે. વડોદરામાં 20 માર્ચના રોજ કોરોના વાઈરસના પ્રથમ બે પોઝિટિવ કેસ એક જ દિવસમાં નોંધાયા હતા. ત્યારબાદ 4 એપ્રિલ સુધીના 16 દિવસમાં વડોદરામાં માત્ર કુલ 9 કેસ જ નોંધાયા હતા.

જોકે 5 એપ્રિલના રોજ કોરોના વાઈરસનો 10મો કેસ નોંધાયો હતોરાજ્યમાં સતત કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે.  રાજ્યમાંઅત્યાર સુધીમાં કોરોનાને કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 451એ પહોંચી છે.બપોર બાદ છોટા ઉદેપુરના બોડેલીમાં એક 34 વર્ષના યુવાનને કોરોના પોઝિટવ આવ્યો છે. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં નવા 54 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 31 કેસ અમદાવાદમાં, 18 કેસ વડોદરામાં, 3 કેસ આણંદમાં, સુરત અને ભાવનગરમાં 1-1 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 433એ પહોંચ્યો છે. જ્યારે 19 લોકોના મોત નીપજ્યા છે. તો 34 લોકો સાજા થયા છે.

koronavirus_700px-ubakgrunn.png

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!