ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત “બ્લડ ડોનેશન કેમ્પ” માં ૨૫ બોટલ બ્લડ થેલેસેમિયા બાળકો માટે ડોનેટ

ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત “બ્લડ ડોનેશન કેમ્પ” માં ૨૫ બોટલ બ્લડ થેલેસેમિયા બાળકો માટે ડોનેટ
Spread the love

ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા  ફાઈટ અગેઇનસ્ટ કોવીડ-૧૯ અભિયાન કાર્યરત છે જે અંતર્ગત જામનગરના વિવિધ પછાત વિસ્તારોમાં જન જાગૃતિ કાર્યક્રમ, અનાજ/ફરસાણ/શાકની કીટ વિતરણ, ની:શુલ્ક ટેલીફોનીક કાઉન્સેલિંગ સેન્ટર, ૨૪ કલાક ખડે પગે સેવા આપતા કોરોના-વોરિયર એવા પોલીસ સ્ટાફ ને ચા અને લીંબુ પાણી ની સેવા અને સોશિયલ મીડિયા/પ્રિન્ટ મીડિયા અને ઓનલાઈન શિક્ષણ દ્વારા કોરોના વિષે જાગૃતિ ફેલાવીને લોકોને કોરોના વિષે ની વૈજ્ઞાનિક માહિતી પૂરી પાડવામાં આવે છે સાથે સાથે પ્રશાસન ની સાથે રહીને પણ કામગીરી કરવામાં આવે છે.

આજ ના કપરા સમય માં જી. જી. હોસ્પિટલ માં થેલેસેમિયા સામે બાથ ભીડતા બાળકો ને લોહીની તાતી જરૂરિયાત છે આથી ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફાઈટ અગેઈન્સ્ટ કોવીડ-૧૯ પ્રોજેક્ટ અંતર્ગત જી જી હોસ્પિટલ ના સહકાર થી “બ્લડ ડોનેશન કેમ્પ” નું આયોજન તા.૨૭/૦૪/૨૦૨૦ ના રોજ  મહા-લક્ષમી બંગ્લોજ સોસાયટી ખાતે (આશીર્વાદ હોટેલ અને કિચન એજ હોટેલ ની લાઈન માં, જામનગર-દ્વારકા રોડ ઉપર સવારે ૧૦ વાગે કરવામાં આવેલ હતું.

આ તકે ૪૭ લોકો આ કેમ્પ માં ભાગ લેવા થોડા થોડા અંતરે આવેલ હતા જેમાંથી ૨૨ લોકો જુદા જુદા કારણે કેમ્પ માં ભાગ લેવા માટે અનફીટ જાહેર થતા બાકીના ૨૫ લોકો એ રક્ત દાન કરીને ૨૫ બોટલ જી. જી. હોસ્પિટલ ના થેલેસેમિયા સામે બાથ ભીડતા ૩૫૦ બાળકો માટે ડોનેટ કરી ને માનવતા નું ઉમદા ઉદાહરણ પૂરું પાડેલ હતું. જેમાં ૬ મહિલા દાતા ઓ અને ૧૯ ભાઈ ઓએ રક્ત દાન કરેલ હતું, આ તકે સોશિયલ ડીસટન્ટ અને સેનેટાઈઝેશન ની તકેદારી રાખવામાં આવેલ હતું.

ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા  ફાઈટ અગેઇનસ્ટ કોવીડ-૧૯ અભિયાન કાર્યરત છે જે અંતર્ગત “બ્લડ ડોનેશન કેમ્પ” માં જી. જી. હોસ્પિટલ ના બ્લડ બેંક વિભાગ ના તરફથી ડો.દિવ્યેશ, સિધ્ધરાજ રાણા, નિધીબેન, દિવ્યરાજ સિહ, ગજેન્દ્રસિંહ વગેરે ઉપસ્થિત રહીને સેવા બજાવેલી. આ કેમ્પ માં ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ ના સંચાલકો અને ટ્રસ્ટી હિતેશ પંડ્યા અને વિમલ અઘેરા તેમજ પ્રોજેક્ટ  ચેરમેન કેતન રામાણી એ પોતાનું બ્લડ ડોનેટ કરી ને આ કેમ્પ ને ખુલ્લો મુકેલ હતો.

આ કેમ્પ ને સફળ બનાવવા માટે ઝાહીદ રાઠોડ, મનોજ કચ્છી, સુધીર પંડ્યા, વિમલ અઘેરા, દીપક પરસારા, સીમા અઘેરા, દુર્ગા મુલાણી, સંગ્પાલ પાટીલ, અનિકેત માને, બીપીનકુમાર, પાર્થ વાડોલીયા, હિતેશ છાયા વગેરે એ જહેમત લીધેલી હતી કાર્યક્રમ ને સફળ બનાવવા માટે નીલેશ ટોલિયા, કાજલ પંડ્યા, હિતેશ પંડ્યા વગેરે તેમજ જી. જી. હોસ્પિટલ ના એસોસિયેટ પ્રોફેસર ડો.શ્વેતા ઉપાધ્યાય એ માર્ગદર્શન પાઠવ્યું હતું. ભાગ લેનાર ૨૫ રક્તદાતા ઓને સ્થળ ઉપર જ સર્ટીફીકેટ આપવામાં આવેલ હતા. કોફી અને નાસ્તાની વ્યવસ્થા પ્રોજેક્ટ  ચેરમેન કેતન રામાણી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલ હતી.

આગામી બ્લડ ડોનેશન કેમ્પ માં ભાગ લેનારે નીચેની બાબતો નું ધ્યાન રાખવાનું રહેશે.
૧. ૧૮ થી ૬૦ વર્ષ ની ઉંમર ના કોઈ પણ ભાઈ કે બહેન જોડાઈ શકે છે
૨. ૪૫ કિલો થી ઓછુ વજન હોવું ન જોઈએ
૩. છેલ્લા થોડા દિવસો થી તાવ/શરદી/ઉધરસ ન થયેલ હોવી જોઈએ
૪. છેલ્લે કોઈ વિદેશ પ્રવાસ ન થયેલ હોવો જોઈએ.
૫. કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિ આ કેમ્પ માં પોતાનું નામ લખાવી શકે છે.

 સોશિયલ ડીસટન્ટ અને સેનેટાઈઝેશન ની તકેદારી રાખવામાં આવશે અને આમ તબક્કાવાર રક્ત-દાતા ઓના ઘરની નજીક આ કેમ્પ ૩ મેં ૨૦૨૦ સુધી ચાલુ રહેશે. કેમ્પ માં નામ નોંધવા માટે  પ્રોજેક્ટ ડાયરેક્ટર કાજલ પંડ્યા ના હેલ્પ લાઈન નંબર : ૯૪૦૮૦૨૬૦૪૨ છે જેમાં  ફોન કરીને નામ નોંધાવી શકાશે. લોક ડાઉન ના સમય માં માનવ સેવા નો આ ઉત્તમ મોકો છે અને વધુ ને વધુ લોકો આ બ્લડ ડોનેશન કેમ્પ માં જોડાય અને માનવ જિંદગી બચાવવા ના ઉમદા કાર્ય માં જોડાય તેવી જાહેર અપીલ કરવામાં આવેલ છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!