મહામારીમાં જંગ લડતા લડવૈયાઓના હાવભાવ પૂછી આશ્વાસન આપતા માડકાના અગ્રણી

મહામારીમાં જંગ લડતા લડવૈયાઓના હાવભાવ પૂછી આશ્વાસન આપતા માડકાના અગ્રણી
Spread the love

કોરોના વાયરસની મહામારીનો કપરો સમય વર્તમાન સ્થિતિએ ધમધમી રહ્યો છે, જોકે આવા કપરા સમયમાં લોકડાઉન સામે લડતા લડવૈયાઓ દિન રાત કે પોતાની અને પોતાના પરિવારની પરવા કર્યા વિના ખડેપગે ફરજ બજાવતા પોલીસ કર્મીઓ, સફાઈ કર્મચારીઓ, મેડીકલ સ્ટાફ, તબીબો સહિત દેશની ચોથી જાગીર ગણાતા પત્રકારોના હાવભાવ પૂછવા અનેક ધારાસભ્યો સહિત સમાજના અગ્રણીઓ ટેલીફોનીક વાતચીત કરી કોરોનાથી સાવચેતી રાખવા અપીલ કરી રહ્યાં છે, ત્યારે સમાજના અગ્રણી અને ગૌસેવક એવા મનુભાઈ મહેતા માડકાવાળાએ ટેલીફોનીક વાતચીત કરી હાવભાવ પૂછતા માનવતા મહેકાઈ હતી.

વાવ તાલુકાના માડકા ગામના વતની અને બ્રહ્મસમાજના ગૌરવ સમાન અગ્રણી મનુભાઈ મહેતા જેઓ ગૌસેવા કરી ગૌસેવા એજ મહા સેવાને સાર્થક કરી સરાહનીય કામગીરી બજાવી રહ્યાં છે, જોકે તેઓ ભાજપના સક્રિય કાર્યકર છે તેમજ તેઓએ ગૌસેવાની સાથે સાથે માનવસેવા પણ કરી લોકોને જીવ સેવા એજ મહા સેવાનો સંદેશો પાઠવી લોકજાગૃતિ ખીલવી છે. સમાજના આગેવાન મનુભાઈ મહેતા વર્તમાનમાં પણ પોતાના સેવા કાર્યોની સુવાસ ફેલાવી સેવા પરમો ધર્મને સાર્થક બનાવ્યો છે, જોકે તેઓએ કોરોના સામે જંગ લડતા લડવૈયાઓ સહિત થરાદના દૈનિક લોકાર્પણ ન્યૂઝના પત્રકાર અરવિંદભાઈ પુરોહિત સાથે ટેલીફોનીક વાતચીત કરી કોરોનાથી સાવચેતી રાખવા અપીલ કરી આશ્વાસન પુરૂં પાડતા માનવતા ખરેખર પ્રસંશાને પાત્ર બની છે.

રિપોર્ટ : તુલસી બોધુ, બ.કાં
લોકાર્પણ દૈનિક

IMG-20200510-WA0052.jpg

Admin

Tulsibhai

9909969099
Right Click Disabled!