ધોરાજીમાં ભૂલકાંઓએ રાખ્યું હરણી રોજું કોરોના નાબૂદી માટે દુઆ કરી

ધોરાજીમાં ભૂલકાંઓએ રાખ્યું હરણી રોજું કોરોના નાબૂદી માટે દુઆ કરી
Spread the love

ધોરાજી માં લોક ડાઉન વચે પણ મુસ્લિમો કાયદાના પાલન સાથે રમજાન ની ઉજવણી કરી રહ્યા છે. મસ્જિદ બંધ છે ત્યારે મુસ્લિમો સોશિયલ distance જાળવી અને નમાજ અદા કરી રહ્યા છે મુસ્લિમોનું પવિત્ર માસ રમજાન અંતિમ ચરણો માં છે મુસ્લિમો અલ્લાહ ની બંદગીમાં લીન બન્યા છે અને નમાઝ રોજા અને જરૂરિયાત મંદ લોકોને દાન પુન કરી અને પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. ખાસ કરી અને રમજાન માસમાં ૨૭માં રોજાનું મહત્વ ખુબજ અનેરું છે આ રોજો હિન્દુ ધર્મના લોકો પણ રાખતા હોઈ છે અને આ રોજાને હરણી રોજો કેવામાં આવે છે.

આજનો રોજો હરણી પણ રાખતી હોઈ છે અને ધોરાજીના નાના-નાના ભૂલકાઓએ પણ આ પવિત્ર માસમાં હરણી રોજો રાખ્યું હતું અને ભારત દેશમાંથી કોરોના જેવી મહા મારી વારો વાયરસ દૂર થાય દેશ માં ભાઈચારો અમન શાંતિ જળવાઈ રહે માટે દુઆ કરવામાં આવેલ હતી નાના નાના ભૂલકાંઓએ પણ સતત ૧૫ કલાક સુધી અન્ન જળ નો ત્યાગ કર્યો હતો અને રોજો રાખી અલ્લાહની બંદગી કરી હતી અને આવતી કાલે રમજાનનો અંતિમ શુક્રવાર છે અને જેને જૂમતુલ વિદા કેહવામ આવે છે અને આ વર્ષ ૩૦ રોજા થવાની સંભાવના છે.

રિપોર્ટ : કૌશલ સોલંકી (ધોરાજી)

Admin

Admin

9909969099
Right Click Disabled!