83 દિવસ પછી દિલ્હીથી જશે બહાર PM મોદી

83 દિવસ પછી દિલ્હીથી જશે બહાર PM મોદી
Spread the love

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમ્ફાન વાવાઝોડાંથી પ્રભાવિત પશ્ચિમ બંગાળની મુલાકાતે જશે. અમ્ફાનના કારણે રાજ્યના દક્ષિણી વિસ્તારમાં નુકસાનનું આંકલન કરવા માટે પીએમ મોદી શુક્રવારે બંગાળ જશે.

  • પીએમ સવારે 10 વાગ્યે કોલકાતા એરપોર્ટ પહોંચશે
  • આ પછી, 10.45 વાગ્યે તે દમ દમ એરપોર્ટ પહોંચશે
  • ચોપર દ્વારા સીએમ મમતા બેનર્જી સાથે બસીરહાટ જશે
  • સવારે 11.20 વાગ્યે તોફાન પ્રભાવિત વિસ્તારોનો હવાઈ સર્વે
  • 1.30 વાગ્યે ભુવનેશ્વર જવા રવાના થશે
  • ચોપર દ્વારા સીએમ મમતા બેનર્જી સાથે બસીરહાટ જશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ તકે ખાતરી આપી હતી કે એમ્ફાનના કિસ્સામાં રાજ્યોને જે જોઈએ એ મદદ કેન્દ્ર તરફથી પુરી પાડવામાં આવશે. તો કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે પણ બન્ને રાજ્યોના મુખ્યમંત્રી સાથે ટેલિફોનીક સંપર્ક દ્વારા જરૂરી મદદની ખાતરી આપી હતી. વડાપ્રધાન મોદી સવારે 10-30 વાગ્યે કોલકાતા એરપોર્ટ પહોંચશે. જે બાદ પીએમ મોદી અને મમતા બેનર્જી કોલકાતા સહિત ઉત્તર અને દક્ષિણ 24 પરગનાના પ્રભાવિત ક્ષેત્રનું હવાઈ સર્વેક્ષણ કરશે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પીએમ મોદીને રાજ્યની મુલાકાતે આવવાની અપીલ કરી હતી. ત્યારે સીએમની અપીલને સ્વીકારતા પીએમ મોદી બંગાળની મુલાકાતે જશે અને વાવાઝોડાં બાદની સ્થિતિની સમીક્ષા કરશે. આ ઉપરાંત અમ્ફાન વાવાઝોડાંને કારણે ઓરિસ્સામાં પણ નુકસાન થયું છે, જો કે બંગાળની તુલનાએ ઓરિસ્સામાં ઓછું નુકસાન થયું છે. વડાપ્રધાન કાર્યાલયના ટ્વીટ મુજબ પીએમ મોદી ઓરિસ્સામાં પણ થયેલા નુકસાનનું હવાઈ સર્વેક્ષણ કરી શકે છે.

pm-1-5-960x640.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!