કોંગ્રેસ ભાજપમાં નેતાઓ વચ્ચે ઘમાસાણ

કોંગ્રેસ ભાજપમાં નેતાઓ વચ્ચે ઘમાસાણ
Spread the love
  • માસ્ક પર જીએસટી ૫ % કે ૧૮ % ભાજપ-કોંગ્રેસ નેતાઓ વચ્ચે ટ્વીટ વોર
  • કોંગ્રેસ ભાજપમાં નેતાઓ વચ્ચે ઘમાસાણ

કોરોનાને કહેર વચ્ચે સરકારે માસ્ક ફરજિયાત કર્યું છે ત્યારે ગુજરાત સરકારે માસ્ક અમુલ પાર્લર પર ૬૫ રૂપિયામાં વેચવાની જાહેરાત કરતા જ હવે સોશિયલ મીડિયામાં માસ્ક ને લઈને કોંગ્રેસ ભાજપમાં નેતાઓ વચ્ચે ઘમાસાણ થયું જેમાં ભાજપના નેતાઓને ભોંઠા પડવા જેવી સ્થિતિ સર્જાઈ છે આખરે કેમ? કોરોનાને લોક ડાઉન બાદ રાજ્ય સરકારે છૂટ આપી એ બાદ માસ્ક ફરજિયાત કરી નહીં પહેરનાર પર ૨૦૦ રૂપિયા દંડ વસુલવાની પણ જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી હતી ત્યારે એક જાહેરાત એ પણ કરી હતી.

કે માસ્ક અમુલ પાર્લર પર 65 રૂપિયામાં મળશે હવે એ મુદ્દે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ વચ્ચે સોશિયલ મીડિયામાં બબાલ થઈ છે અને એક બીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે.પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ એક ટ્વીટ કર્યું સાથે જ એક ઇમેજ પણ પોસ્ટ કરી અને તેના આધારે આક્ષેપ કર્યો હતો કે ૪૯.૬૧ ની કિંમતનું માસ્ક ભાજપના માણસો ૬૫ રૂપિયામાં વેચી નફો રળી રહ્યા છે.

જેનો વળતો જવાબ આપવા પ્રદેશ ભાજપના મીડિયા કન્વીનર અને યુવા મોરચા પ્રમુખ ઋત્વિઝ પટેલ મેદાને આવ્યા હતા અને ટ્વીટ કરી જવાબ આપ્યો હતો જેમાં પ્રશાંત વાળા એ કહ્યું હતું કે કમળો હોય તેને પીળું જ દેખાય 18 ટકા જીએસટી અને પરિવહન ખર્ચ ઉમેરો કિંમત ૬૫ જ થાય તો ઋત્વિઝ પટેલે પણ કહ્યું હતું કે ૪૯.૬૧ કિંમત પર 18 ટકા જીએસટી અને પરિવહન ખર્ચ ઉમેરો તો કિંમત 65 જ થાયલાગે છે તમામ હકીકત રાજનીતિના ચશ્માં પહેરીને જોવાની આદત પડી ગઈ છે.

જેથી કોંગ્રેસ આઇટી સેલના કન્વીનર હેમાંગ રાવલ મેદાને આવ્યા હતા અને ટ્વીટ કર્યું હતું કે માસ્કની કિંમત પર જીએસટી દર 5 ટકા છે તો કેવી રીતે સરકાર ૧૮ ટકા વસૂલી શકે? અને સવાલ કર્યો હતો કે પ્રશાંત વાળા ખુલાસો કરેમહામારીના સમયમાં ખરેખર માસ્ક પર નફાખોરી થઈ રહી છેજેથી યુવાની સ્થિતિના થૂંકાય કે ના ગળાય જેવી થઈ ગઈ હતી. આ વોર જામી એ બાદ યુવા નેતા ઋત્વિઝ પટેલે ટ્વીટ ડીલીટ કરી દીધી હતી જ્યારે હવે આ મુદ્દે સોશિયલ મીડિયામાં ઘમાસાણ ચાલી રહ્યું છે.

આ સિવાય પણ કોંગી કાર્યકર્તાઓ કોમેન્ટ કરી રહ્યા છે ત્યારે હવે સાવલ એ થઈ રહ્યો છે મહામારીના સમયમાં ખરેખર માસ્ક પર નફાખોરી થઈ રહી છે? અને સાચુ કોંગ્રેસ કે ભાજપ એ હકીકત છે કે ખાનગી મેડિકલ પર માસ્ક ૧૫૦થી૨૫૦ માં મળી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા ૬૫ રૂપિયામાં આપવામાં આવી રહ્યા છે પણ બીજી તરફ માસ્ક પર જો મહામારીમાં નફાખોરી થઈ રહી હોય તો શરમજનક બાબત કહી શકાય.

1525716461_bjco.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!