કડી પોલીસ સ્ટેશનના દારૂના પ્રકરણમાં 9 આરોપી પોલીસ વિરૂદ્ધ FIR

કડી પોલીસ સ્ટેશનના દારૂના પ્રકરણમાં 9 આરોપી પોલીસ વિરૂદ્ધ FIR
Spread the love

કડી પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા પ્રોહીબિશનના ગુન્હામાં ઝડપેલ દારૂની બોટલો તેમજ પ્રોહીબિશન ના ગુન્હામાં રેડ કરી પકડેલા વિદેશી દારૂની બોટલો માંથી કેટલોક દારૂનો જથ્થો ગેરકાયદેસર રીતે અલગ રાખી કડી પોલીસ લાઇનના કવાટર્સ માં રાખવામાં આવ્યો હતો.પોલીસ સ્ટેશનમાંથી દારૂનો વેપાર કરતા અધિકારીઓને માહિતી મળી હતી કે વિજિલન્સ ની ટીમ કડી પોલીસ સ્ટેશનમાં રેડ કરશે જેથી દારૂના વેપાર કરતા અધિકારીઓએ દારૂના મુદ્દામાલ નો તાત્કાલિક નાશ કરવા માટે મુદ્દામાલ માંથી કેટલોક જથ્થો સુજાત પુરા નર્મદા કેનાલમાં નાખી દીધો અને બાકી રહેલો જથ્થો વેચી મારવામાં આવ્યો હતો.જેની માહિતી ડી.જી.પી. સાહેબ ને બાતમી મળતા તેમણે રેન્જ આઈજી મયંકસિંહ ચાવડા ને તપાસ માટે આદેશ કર્યા હતા જેમાં રેન્જ આઈજીએ તપાસ માટે ગાંધીનગર જિલ્લા અધિક્ષક મયુરસિંહ ચાવડા ના અધ્યક્ષ સ્થાને સીટ ની રચના કરી હતી જેમાં તપાસ દરમ્યાન 9 આરોપીઓએ વિદેશી દારૂનો મુદ્દામાલ નો નાશ કે વેચાણ કરવામાં સામે આવ્યું હતું.જેથી તપાસ બાદ 9 આરોપીઓ વિરુદ્ધ IPC 120B, 409, 201, 34, 431 તથા પ્રોહીબિશન એકટ ના 65 E ,81,83,116B મુજબ કડી પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.

આરોપીઓ દ્વારા કડી ની સુજાતપુરા નર્મદા કેનાલમાં નાખવામાં આવેલી વિદેશી દારૂની બોટલોમાંથી એન.ડી.આર.એફ.ની ટીમે 132 બોટલો બહાર કાઢી છે જે મુદ્દામાલ તરીકે પોલીસે કબજે કરેલ છે.
રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે સુજાતપુરા નર્મદા કેનાલમાંથી કબજે કરેલ મુદ્દામાલ આરોપીઓ ક્યાંથી લાવ્યા હતા અને ક્યાંનો હતો તથા ક્યાં અને કોને વેચવામાં આવ્યો તેની તપાસ ચાલુ છે.ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક ના અધ્યક્ષ સ્થાને સીટ ની સ્વતંત્ર રીતે તપાસ કરશે જેમાં ડી.વાય.એસ.પી. હેડ કવાટર્સ વી.જે.સોલંકી મદદમાં રહેશે.આ ઉપરાંત સીટ સ્વતંત્ર તપાસ કરી વધુ પુરાવા એકત્રિત કરી અહેવાલ સુપરત કરશે.

આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ

1 – ઓ.એમ.દેસાઈ – પી.આઈ. કડી પોલીસ સ્ટેશન
2 – કે.એન.પટેલ – પી.એસ.આઈ.
3 – એ.એસ.બારા – પી.એસ.આઈ.
4 – મોહનભાઇ હરિભાઈ – એ.એસ.આઈ.
5 – હિતેન્દ્ર કાંતિભાઈ – એ.એસ.આઈ.
6 – પ્રહલાદભાઈ પટેલ – હેડ કોન્સ્ટેબલ
7 – શૈલેષભાઇ રબારી – હેડ કોન્સ્ટેબલ

જી.આર.ડી.
1 – ગિરીશ પરમાર
2 – ચિરાગ પ્રજાપતિ

દારૂના વેપારમાં સંડોવાયેલ હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્ર પટેલે થોડા સમય પહેલા પત્રકાર સાથે કર્યું હતું અસભ્ય વર્તન

દારૂના વેપારમાં સંડોવાયેલ હિતેન્દ્ર પટેલ નામનો હેડ કોન્સ્ટેબલે થોડા સમય પહેલા કડી ની બાલાપીર દરગાહ પાસે માહિતી લેવા જતા સ્થાનિક પત્રકારની ફેટ પકડી ,ગાળો બોલી જેલમાં પુરી દેવાની ધમકી આપી અસભ્ય વર્તન કર્યું હતું. જે જે-તે સમયે મીડિયામાં ચમકયું હતું.

IMG-20200524-WA0005.jpg

Admin

Dhaval

9909969099
Right Click Disabled!