કડીમાં પાન-મસાલા અને ગુટખાના કાળાબજાર કરતા 6.વેપારીઓ દંડાયા

કડીમાં પાન-મસાલા અને ગુટખાના કાળાબજાર કરતા 6.વેપારીઓ દંડાયા
Spread the love

કડીમાં લોકડાઉન દરમ્યાન ગુટખા અને તમાકુના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં ખાનગીમાં કાળાબજાર કરી ધીકતો વેપાર કરનારા વેપારીઓએ લોકડાઉન-4 માં ગુટખા,પાન મસાલા ના વેચાણ ની છૂટ મળી હોવા છતાં ખોટી અછત બતાવી ડબલ થી વધારે ઊંચા ભાવે વેચી રહ્યા હોવાનું સમાચારપત્રોમાં છપાયા બાદ બુધવાર ના રોજ તોલમાપ ખાતાના અધિકારીઓ દ્વારા શહેરના માર્કેટયાર્ડ,છત્રાલ હાઇવે,થોળ હાઇવે પરની સાત જેટલી દુકાનોમાં ગ્રાહકના વેશ માં રેડ કરી હતી જેમાં દુકાનદારો એમ આરપી કરતા ગ્રાહકો પાસેથી વધુ કિંમત વસુલતા હોઈ આ દુકાનદારો પાસેથી કુલ રૂ.50 હજાર જેટલો દંડ વસુલવામાં આવ્યો હતો.બીજી બાજુ શહેરમાં તોલમાપ ખાતાની રેડ ની માહિતી મળતા અમુક દુકાનો ટપોટપ બંધ થઈ જવા પામી હતી.

મહેસાણા તોલમાપ વિભાગની ગ્રાહકના વેશમાં પાનના ગલ્લા,હોલસેલ ની દુકાનોમાં તપાસ
હાલમાં તમાકુ,ગુટખા,સોપારી અને પાન મસાલા નો સપ્લાય ઓછો હોઈ માર્કેટમાં માલની અછત ચાલી રહી છે ત્યારે આવા સંજોગોમાં ગેરકાયદેસર સંગ્રહખોરી કરી વેપારીઓ દ્વારા ઊંચા ભાવ વસૂલી રહ્યા હોવાના સમાચાર પત્રોમાં આવેલ લેખ ને પગલે જિલ્લા તોલમાપ અધિકારી શ્રી એન.એમ.રાઠોડ,નિરીક્ષકો જે.એમ.ગજ્જર,એમ.આર.પ્રજાપતિ,એસ.વી.પટેલ,વી.એ.ચૌધરી અને પી.જે.ચૌધરી સહિતની ટીમે બુધવાર સવાર માં ન્યુ નીક્કી પાન પાર્લર,રાધિકા પાર્લર,કોમલ પ્રોવિઝન સ્ટોર્સ,બહુચર જનરલ સ્ટોર્સ નામની દુકાનો માં ગ્રાહકના વેશમાં ખરીદી કરતા ડબલ કરતા ઊંચી કિંમત વસુલાયી હતી જેથી આ તમામ વેપારીઓ સામે ધી લીગલ મેટ્રોલોજી એકટ 2009 અને પેકેજડ કોમોડિટીઝ રૂલ્સ 2011 ની જોગવાયી ના ભંગ બદલ ગુન્હો નોંધી રૂ.50 હજાર જેટલો દંડ વસુલ્યો હતો.

રિપોર્ટ : ધવલ ગજ્જર (કડી)

IMG-20200527-WA0007.jpg

Admin

Dhaval

9909969099
Right Click Disabled!