સાબરકાંઠા ખાણ-ખનીજ વિભાગનો સપાટો… 10.07 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો

સાબરકાંઠા ખાણ-ખનીજ વિભાગનો સપાટો… 10.07 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો
Spread the love

ગુજરાત રાજ્ય માં કોરોના વાઇરસે કાળો કહેર વરસાવ્યો છે. ત્યારે લોક ડાઉન ૪.૦ માં સરકાર દ્વારા ઘણી છૂટ છાટ આપવામાં આવેલ છે. અને જે અનુરૂપ ઘણા ઉદ્યોગ અને ધંધા ફરી બેઠા થયા છે. ત્યારે સાબરકાંઠા ખાણ અને ખનીજ વિભાગ દ્વારા COVID-19 લોકડાઉનનો લાભ લેતા ખનીજ ચોરો વિરુધ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અને મોટી રકમની વસુલાત કરવામાં આવેલ છે. પ્રાપ્ત વિગતો અનુસાર ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ, હિંમતનગર દ્રારા ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાથી જી. કે. વાઘણી તથા ડી. જી. ચૌધરી દ્રારા સાબરકાંઠા જિલ્લામાં COVID-19 લોકડાઉનનો લાભ લેતા ખનીજ ચોરો વિરુધ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

જેમાં બિનઅધિકૃત ખનીજ વહન સબબ મોજે. દેરોલ રોડ , વડિયાવીર ઘઉંઆવ નદીપટ, ગલતેશ્વર સાબરમતી નદીપટ, ઇડર, તથા મહેકાલ મેશ્વો નદીપટ વગેરે અલગ અલગ વિસ્તારમાંથી વાહનો પકડવામાં આવેલ છે જેમાં 1 જે.સી.બી. મશીન તથા 11 ટ્રેક્ટરો તથા 10 ડમ્પરો જેમાં ડ્રોન સર્વેલંસ દ્રારા પણ ચેકિંગ હાથ ધરી 3 ટ્રેક્ટરો પાકડવામાં આવેલ. આમ, કુલ 22 વાહનો પકડી દંડકીય રકમ 10.07 લાખની વસુલાત કરી બાકીની 9.87 લાખની વસુલાત માટેની દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તથા વધુમાં એક ડમ્પર ચાલક/માલિક વિરુધ પોલીસ ફરિયાદનો ગુન્હો નોંધવામાં આવેલ છે.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG-20200528-WA0280-1.jpg IMG-20200528-WA0282-2.jpg IMG-20200528-WA0278-0.jpg

Admin

Kuldip

9909969099
Right Click Disabled!