સાબરકાંઠા જિલ્લા કલેક્ટર સી.જે. પટેલે વડાલી તાલુકાના કન્ટેઇનમેન્ટ ઝોનની મુલાકાત લીધી

સાબરકાંઠા જિલ્લા કલેક્ટર સી.જે. પટેલે વડાલી તાલુકાના કન્ટેઇનમેન્ટ ઝોનની મુલાકાત લીધી
Spread the love
  • કન્ટેઇનમેન્ટ ઝોનના લોકોને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા તેમજ ટોલ ફ્રી ૧૯૨૧ પર આરોગ્ય વિષયક માહિતી મેળવવા અનુરોધ કર્યો

સાબરકાંઠા જિલ્લા સમાહર્તા શ્રી સી.જે. પટેલે વડાલી તાલુકાના ડોભાળા, દાંત્રોલી અને વડાલી શહેરના કન્ટેઇનમેન્ટ ઝોનની મુલાકત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કન્ટેઇનમેન્ટ ઝોન વિસ્તારમાં લોકોને આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે તેમજ આ વિસ્તારોમાં આપવામાં આવતી સુવિધાની સમિક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વડાલીના દાંત્રોલી, ડોભાળા કન્ટેઇનમેન્ટ વિસ્તારના મંદિરમાં લાડ સ્પીકરના માધ્યમથી કલેક્ટરશ્રીએ સ્થાનિકોને આરોગ્ય વિભાગના હાઉસ ટુ હાઉસ સરવેમાં સહકાર આપવા અપીલ કરી હતી.  આ વિસ્તારોમાં બિન જરૂરી અવર-જવર ના કરવા, તેમજ કોરોનાથી ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેત રહેવા સાથે, વૃધ્ધો અને બાળકોનુ ખાસ ધ્યાન રાખવા જણાવ્યું હતું. આ સાથે વડાલી શહેરના કન્ટેઇનમેન્ટ વિસ્તારોની જિલ્લા સમાહર્તાશ્રી સી.જે. પટેલે મુલાકાત દરમિયાન નાગરીકોને પડતી મુશ્કેલીઓ અંગે વાત કરી હતી. આ વિસ્તારના લોકોના ઘરોની મુલાકત દરમિયાન. કન્ટેઇનમેન્ટ ઝોનમાં કોરોના સંક્ર્મણના ફેલાવો રોકવા કરવામાં આવતી પ્રવૃતિઓ,ઉકાળા વિતરણ તેમજ મેડિકલ સર્વે ટીમની કામગીરીનો રીવ્યુ કર્યો હતો.

આ કન્ટેઇનમેન્ટ ઝોનના અવર-જવર રજીસ્ટરને ચેક કર્યું હતું. વધુમાં જિલ્લા સમાહર્તા દ્રારા કન્ટેઇનમેન્ટ ઝોન વિસ્તારના લોકોને પોતાના મોબાઇલમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા અને તેનો ઉપયોગ કરવા તેમજ આયુષ મંત્રાલયની ગાઇડલાઇન મુજબ દિન-ચર્યા અપનાવવા અનુરોધ કર્યો હતો.સાથે જે લોકો સ્માર્ટ ફોન નથી વાપરતા તે લોકોએ ટોલ ફ્રી ૧૯૨૧ પર કોલ આરોગ્ય વિષયક માહિતી મેળવવા માર્ગદર્શન આપ્યું હતું. આ વિસ્તારમાં લોકોને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ તેમજ મેડિકલ સુવિધાઓ ઝડપથી મળી રહે તે માટે જિલ્લા કલેકટરશ્રી સી.જે. પટેલે સબંધિત અધિકારીઓને સૂચન કર્યુ હતું, સાથો સાથ આ વિસ્તારમાં ફરજીયાત માસ્ક અને અન્ય લોકાના અવર-જવર પર પ્રતિબંધને તેમજ લોકડાઉન દરમિયાન ઘરની બહાર નહીં નીકળવા સાથે સોશ્યિલ ડિસ્ટ્રન્સિંગનું ખાસ ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી હતી. આ મુલાકત દરમિયાન તાલુકા વહિવટી તંત્ર અને આરોગ્ય અધિકારીઓ, કર્મિઓ ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG-20200529-WA0216-1.jpg IMG-20200529-WA0215-2.jpg IMG-20200529-WA0217-0.jpg

Admin

Kuldip

9909969099
Right Click Disabled!