આદિવાસી સમાજ પર થઇ રહેલ અત્યાચાર મામલે અરવલ્લી જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પારધીએ પત્ર લખ્યો 

આદિવાસી સમાજ પર થઇ રહેલ અત્યાચાર મામલે અરવલ્લી જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પારધીએ પત્ર લખ્યો 
Spread the love
અરવલ્લી : સરદાર સરોવર નર્મદા નિગમ આદિવાસી ખેડૂતોની જમીનો ખોટી રીતે પડાવી રહી છે, સરકાર લોકડાઉનનો ગેરફાયદો ઉઠાવી વિવાદિત જમીનો પર વીસેક દિવસ થી માપણી કાર્ય તેમજ તારની વાડ કરાવી રહી છે જે અંગે સ્થાનિક લોકો કે આગેવાનો ને કોઈ પણ જાત ની જાણ કર્યાં વિના જાણે કર્ફ્યુ લાગ્યું હોય પોલિસ તૈનાત કરી દેવામાં આવે છે જેનાથી આ ગામોમાં હાલ ભયંકર ડર નો માહોલ ઉભો થયો છે અને આદિવાસી સમાજ સાથે થઇ રહેલ દુર્વ્યવહારનો વિડીયો વાયરલ થતા આદિવાસી સમાજના અગ્રણીઓ અને લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.
અરવલ્લી જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ અને આદિવાસી સમાજના અગ્રણી રાજેન્દ્ર પારધીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી આદિવાસી સમાજ પર અત્યાચાર ગુજારનાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે આદિવાસી સમાજના લોકોને ન્યાય આપવા માંગ કરી છે. અરવલ્લી જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયત સદસ્ય રાજેન્દ્ર પારગીએ સીએમને પત્ર લખી જણાવ્યું છે કે, કોરોના વાઇરસથી મહામારીથી દેશ અને ગુજરાત રાજ્યના લોકો પરેશાન છે તેમજ લોકડાઉન અમલમાં હોઇ ગરીબ શ્રમજીવી , મધ્યવર્ગ આર્થિક રીતે પરેશાન છે. આવા કપરા સમયમાં નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની આદિવાસી વિસ્તારના ૧૪ ગામોમાં સરદાર સરોવર નિગમ દ્વારા આદિવાસી વિસ્તારની જમીનો હડપ કરવામાં આવી રહી છે જમીન ખાલી કરાવવા થઇ રહેલ અત્યાચારનો વિડીયો જોઈ અંત્યત દુખી થયો છું.
આદિવાસી સમાજ પર અત્યાચાર કરી રહેલા અધિકારીઓ અને કર્મચારીઓ સામે તંત્રએ સરકાર તાત્કાલિક પગલાં લેવા જોઈએ તેવી માંગ કરી હતી. સ્થાનિક તંત્રએ આ ગામોના સરપંચ, આદિવાસી સમાજના સ્થાનિક અગ્રણીઓ અને જમીન ધારકોને સંમતી વિના અગાઉ જાણ કર્યા વિના લોકડાઉન લાભ લઈ માપણી કરી કાર્ય અને ફેનસિંગની વાડ કરાઇ રહી છે. જાણે કર્ફયુ લાગુ હોય તેમ અને પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. તેમજ આદિવાસી સમાજના આગેવાનો સમાજના હક્ક અને અધિકાર માટે શાંતિ પૂર્વક ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆત કરતાં તેમની પર ખોટા કેસ કરી ફસાવવામાં આવી રહ્યા છે તે બંધ કરવામાં આવે અને કેવડિયા કોલોનીના આદિવાસી વિસ્તારના ગામોને ન્યાય આપવાની માંગ કરી હતી ન છૂટકે સમગ્ર રાજ્યના આદિવાસીઓ દ્વારા કેવડિયા કોલોની ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશેની ચીમકી ઉચ્ચારી હતી.
રિપોર્ટ : મહેન્દ્ર પટેલ (મોડાસા)
Admin

Admin

9909969099
Right Click Disabled!