અનલૉક-1મા જાહેરાત થઈ પણ અંબાજી મંદિર 8 જૂન બાદ ખુલશે

અનલૉક-1મા જાહેરાત થઈ પણ અંબાજી મંદિર 8 જૂન બાદ ખુલશે
Spread the love

વિશ્વ વિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિર 20 માર્ચ થી 31 મે સુધી માઈ ભક્તો માટે સંપૂર્ણ બંદ છે ત્યારે અંબાજી મંદિર ખાતે તૈયારી ના ભાગરૂપે છેલ્લા બે ત્રણ દિવસ થી મંદિર પરિસર મા સોશીયલ ડિસ્ટન્સ ના સ્ટીકર મારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા અનલૉક 1 ની જાહેરાત કરવામાં આવી તેમાં જણાવ્યું હતું કે ધાર્મિક સ્થળો 8 જૂન બાદ ખુલશે.

અંબાજી મંદિર 51 શક્તિપીઠોમા અનેરૂ મહત્વ ધરાવે છે લોક ડાઉન 1 થી લોક ડાઉન 4 સુધી અંબાજી મંદિર માઈ ભક્તો માટે સંપૂર્ણ બંદ છે ત્યારે અંબાજી મંદિર લોક ડાઉન 5 મા ખુલશે કે કેમ ? તે માટે કેન્દ્રીય ગૃહ વિભાગ ની એડવાઇઝરી મા જણાવ્યું હતું કે ધાર્મિક સ્થળો 8 જૂન બાદ ખુલી શકે છે અને આ બાબતે રાજ્ય સરકાર નિર્ણય કર્યા બાદ મંદિર ખુલશે જેમા નિયમો નુ પાલન ફરજીયાત કરવાનું રહેશે.

અંબાજીના લોકો સાચું માની બેઠા છે કે અંબાજી મંદિર 1 જૂન થી ખુલશે જ ! તે ખોટું પડ્યું
અંબાજી મંદિર ખુલશે જ તે બાબતે અમુક મીડિયા મા અહેવાલો આવ્યા હતા પરંતુ આજે કેન્દ્રીય ગૃહ વિભાગ ની જાહેરાત માં જણાવ્યું હતું કે ધાર્મિક સ્થળો 8 જૂન બાદ ખુલશે જેમા રાજ્ય સરકાર ની મંજુરી આવ્યા બાદ નિયમો સાથે ભક્તો એ પાલન કરવાનું રહેશે. અંબાજી મંદિર ના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે 8 જૂન બાદ અંબાજી મંદિર ખુલશે, અંબાજી મંદિર ખોલવા માટે લેખિત આદેશ આવ્યા બાદ જ મંદિર ખુલશે.

અમીત પટેલ ના અહેવાલ સાચા પડ્યા
અમિત પટેલ દ્વારા 30 મે ના અખબાર મા ન્યૂઝ પ્રકાશિત થયા હતા જેમા સ્પસ્ટ જણાવ્યું હતું કે લોક ડાઉન 5 ની જાહેરાત માં આદેશ આવશે તેના બાદ જ અંબાજી મંદિર ખુલશે.

IMG_20200426_130721.jpg

Amit Patel

Amit

Right Click Disabled!