સુરતમાં જીઈબીની મનમાની સામે આવી વીજબિલો ફટકાર્યા

સુરતમાં જીઈબીની મનમાની સામે આવી વીજબિલો ફટકાર્યા
Spread the love

લોકડાઉનમાં જીઈબીની મનમાની સામે આવી છે. સુરતના ઉધના વિસ્તારની સોસાયટીઓમાં તોતિંગ વીજબિલ ફટકાર્યા છે.દરેક ઘર દીઠ પાંચથી 10000 હજારના બિલ મોકલ્યા છે. લોકડાઉનના સમયમાં મીટર રીડિંગ કર્યા વિના જ મોટી રકમના બીલો ફટકારતા મધ્યમ અને ગરીબ વર્ગની મુશ્કેલી વધી ગઈ છે.

અત્યારસુધી 800 રૂપિયાથી નીચું બિલ ભરતા લોકોને પણ 10000 હજાર રૂપિયાના બિલ મળ્યા છે. જેના કારણે જીઈબીની ઓફિસે લોકોના ટોળે ટોળા ઉમટ્યા છે.જીઇબીના અધિકારીઓને રજુઆત કરતા અધિકારીઓનું વલણ અક્ક્ડ રહ્યુ. બિલો યોગ્ય રીતે જ આપ્યા હોવાનો ઉડાઉ જવાબ આપી રહ્યા છે. તોતિંગ વીજબિલોના કારણે લોકડાઉનમાં મધ્યમવર્ગીય પરિવારને પડી રહેલી તકલીફોમાં વધારો થયો છે.

14.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!