રાજભવન સ્ટાફ ક્વાર્ટરમાંથી ધામણ પ્રજાતિનાં બિનઝેરી એવા ત્રણ સાપ પકડવામાં આવ્યા

રાજભવન સ્ટાફ ક્વાર્ટરમાંથી ધામણ પ્રજાતિનાં બિનઝેરી એવા ત્રણ સાપ પકડવામાં આવ્યા
Spread the love
આજે સવારે આઠ વાગ્યે રાજભવન સ્ટાફ ક્વાર્ટર ખાતે દિગ્વિજયસિંહ વાઘેલા ને સાપ નજરે પડતાં તેમણે  તુરંત જ બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક સેક્ટર ૭ ડી, ગાંધીનગર ખાતે બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા અને સાપ અને પક્ષી બચાવવાની નિઃશુલ્ક અને નિરંતર સેવા આપતા પર્યાવરણ પ્રેમી પ્રદીપ સોલંકીને ફોન કરીને બોલાવેલ. ત્યાં આગળ ખાળકુવાની વણવપરાયેલી લાઈનમાં છુપાયેલા સાપને બહાર કાઢવા માટે ફુલ ફોર્સ થી પાણી નાખતા એક સાપ બહાર નિકળતા તેને પ્રદીપ ભાઈ એ પકડી લીધેલ.
તે જ ખાળકુવામાં બીજો પણ સાપ છુપાયેલ હતો તેને પણ થોડી મહેનતના અંતે બહાર નિકળતા પકડી પાડવામાં આવતા ત્રીજા પણ સાપે દેખા દીધી હતી. જેને પણ મહેનત કરી ને બહાર કાઢી પકડી પાડવા માં આવેલ.આમ બે કલાકની મહેનત પછી ધામણ પ્રજાતિનાં બિનઝેરી એવા ત્રણ સાપનું રેસ્કયુ કરવામાં આવેલ.આમ સવાર સવારમાં જ કુલ ત્રણ સાપ પકડવામાં આવતા રાજભવન સ્ટાફ ક્વાર્ટરના રહિશોએ રાહતનો શ્વાસ લીધો હતો અને ત્યાં હાજર સહુ રહિશો દ્વારા પ્રદીપભાઈનો આભાર માનવામાં આવેલ.પ્રદિપભાઈ દ્વારા ત્યારબાદ ત્રણેય સાપને માનવ વસ્તી થી દૂર જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવેલ.
Admin

Admin

9909969099
Right Click Disabled!