700 જેટલા ભારતીયો કોલંબોથી રવાના

700 જેટલા ભારતીયો કોલંબોથી રવાના
Spread the love

વિદેશોમાં ફસાયેલા ભારતીયોની વતન વાપસી માટે કેન્દ્ર સરકાર સમુદ્ર સેતુ મિશન અને વંદે ભારત મિશન ચલાવી રહી છે. રવિવારે ભારતીય નેવાના INS જલાશ્વ જહાજ દ્વારા સમુદ્ર સેતનું બીજા તબક્કા અંતર્ગત 700 જેટલા ભારતીયોને શ્રીલંકાના કોલંબોથી ભારત માટે રવાના થયું છે. આ જહાજ ભારતીયોને લઇને તમિલનાડુના તૂતીકોરિન પહોંચ્યું હતુ. ત્યારબાદ આઇએનએસ જલાશ્વ ભારતીયોને લેવા માટે માલદીવ માટે રવાના થશે.

સ્થાનિક અધિકારીઓ દ્વારા મદદ કરવામાં આવી
જલાશ્વ અત્યાર સુધીમાં વિદેશોમાંથી 1286 લોકોને પરત લાવી ચુક્યું છે. કોલંબો ખાતેના ભારતીય દૂતાવાસને જલાશ્વથી ભારતીયોની વાપસીનું કામ પૂર્ણ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જેમાં શ્રીલંવાની નેવી અને સ્થાનિક અધિકારીઓ દ્વારા મદદ કરવામાં આવી છે. જલાશ્વ આ પહેલા પણ માલદીવની રાજધાની માલેથી બે વખત ભારતીયોને પરત લાવ્યું હતુ.

IpVUGtaP.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!