પવિત્ર દ્વારકાનગરીમાં મોરારીબાપુ પર ભાજપી નેતા પબુભા માણેક દ્વારા હુમલો

પવિત્ર દ્વારકાનગરીમાં મોરારીબાપુ પર ભાજપી નેતા પબુભા માણેક દ્વારા હુમલો
Spread the love

દ્રારકાઃ ભગવાન શ્રી કૃષ્ણને અંગે નિવેદનને લઇને મોરારિ બાપુ સામે ભારે સમગ્ર દેશમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. મોરારી બાપુ સામે ભગવાન શ્રી કૃષ્ણ અને તેમનાં ભાઈ બલરામ અને પરિવારજનો અંગેની ટિપ્પણી કરવાનો વીડિયો વાયરલ થયા બાદ ચોમેરથી વિરોધ ઉઠી રહ્યો છે. આહિર સમાજ તેમજ કૃષ્ણ ભક્તિ પરંપરામાં માનતા અન્ય સમાજ દ્વારા મોરારી બાપુ માફી માંગે તેની રજૂઆતો થઇ રહી છે ત્યારે એવામાં ભગવાન શ્રી કૃષ્ણ અને યદુવંશ અંગેની વિવાદિત ટિપ્પણી મામલે મોરારી બાપુ દ્વારકા પહોંચ્યા હતાં ત્યારે ભાજપનાં પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક મોરારી બાપુ પર ધસી આવ્યાં હોવાનો વીડિયો સામે આવ્યો. આ સમગ્ર ઘટનાનું ફેસબુક પર કાન્હા વિચાર મંચ દ્વારા લાઈવ કરવામાં આવ્યું હતું. જેમાં મોરારી બાપુ પર પબુભા માણેક ઘસી આવ્યા હતાં. જો કે, પુનમ માડમ સહિતનાં અગ્રણીઓએ પબુભાને મોરારી બાપુ તરફ ઘસી આવતા રોક્યા હતાં.  મહત્વનું છે કે, મોરારી બાપુ ભગવાન શ્રી કૃષ્ણ અને યદુવંશ અંગે કરેલી વિવાદિત ટિપ્પણી બાદ માફી માંગવા દ્વારકા આવ્યાં હતાં.

શ્રી કૃષ્ણ ભગવાન અને તેમનાં પરિવાર પરનાં વિવાદિત નિવેદન બાદ દ્વારકા જઈને માફી માંગવા પહોંચેલા મોરારિ બાપુ પર ભાજપનાં નેતા પબુભા માણેકે હુમલો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે એવામાં પબુભા માણેકે અણછાજતા શબ્દો પણ કહ્યાં તેવી ચર્ચા થઇ રહી છે. મહત્વનું છે કે, સાંસદ પૂનમબેન માડમ સહિત આહીર સમાજનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. વિવાદિત વાતના વિવાદને લઇને પબુભાએ ખીજ ઉતારી પૂનમ માડમે રોકીને શાંત કર્યા. કાન્હા મંચ દ્વારા આ બેઠક રાખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ભગવાન શ્રી કૃષ્ણ અને તેમનાં ભાઈ બલરામ અને પરિવારજનો અંગેની ટિપ્પણી મામલે કાન્હા વિચાર મંચ અને અન્ય સંસ્થાઓ દ્વારા એવી માંગ કરવામાં આવી રહી હતી કે મોરારિ બાપુ દ્વારકા આવીને ભગવાનની માફી માંગે. ત્યારે આખરે કૃષ્ણ પર નિવેદનનાં વિવાદનો અંત લાવવા મોરારિ બાપુ ખુદ દ્વારકાધીશની માફી માંગવા ગયાં હતાં તેવામાં આ સમગ્ર ઘટના સર્જાઇ હતી.

IMG-20200618-WA0013.jpg

Admin

Dhaval Gajjar

9909969099
Right Click Disabled!