ધ્રોલ શહેરમાં નો-એન્ટ્રી વિસ્તારમાં ઘૂસેલા ટ્રકે વૃદ્ધને કચડી નાખતા મોત

ધ્રોલ શહેરમાં નો-એન્ટ્રી વિસ્તારમાં ઘૂસેલા ટ્રકે વૃદ્ધને કચડી નાખતા મોત
Spread the love
  • અકસ્માત સર્જી ટ્રક સ્થળ પર છોડી ડ્રાઇવર નાસી છૂટ્યો, પોલીસે તપાસ આરંભી
  • ભારે વાહન સામે શહેરના પ્રજાજનોમાં ભારે રોષ ઉઠયો

ધ્રોલમાં દિવસ દરમિયાન ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં શહેરમાં દિવસ દરમિયાન પોલીસની પણ બિક વિના ભારે વાહનોની અવરજવર રહે છે. જે ભારે વાહનોની અવરજવર રવિવારે જીવલેણ સાબિત થઇ હતી. ધ્રોલના રાજકોટ રોડ પર આવેલ સરકારી હોસ્પિટલ પાસેથી પસાર થતા ટ્રકે બાઈક સવાર આધેડને અડફેટે લેતા કચડી નાખતા સ્થળ જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. ધ્રોલ શહેરમાં રસ્તા સાંકડા હોવાથી ટ્રાફિક સમસ્યા રહેતી હોય છે. ત્યારે દિવસ દરમિયાન ગ્રામ્ય લોકોની પણ અવરજવર રહેતી હોવાથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહે છે. છતાં પણ ભારે વાહન શહેર વચ્ચોવચથી પસાર થતા રહે છે.

ધ્રોલ તાલુકાના જીરાગઢના રહેવાસી સવજીભાઇ પ્રેમજીભાઇ વરુ નામના આધેડ રવિવારે ખેતીવિષયક ખરીદી કરવા ધ્રોલ આવ્યા હતા. દરમિયાન ધ્રોલના રાજકોટ રોડ પર આવેલ સરકારી હોસ્પિટલ પાસેના લક્ષ્મીનારાયણ કોમ્પલેક્ષ પાસેથી બાઇક લઇને પસાર થઇ રહ્યા હતા જે સમયે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી ટ્રક ચાલકે પાછળના વ્હીલમાં અડફેટે લેતા કચડી નાખતા સ્થળ પર જ મોત નિપજ્યું હતું. બનાવ સ્થળે લોકોના ટોળા એકઠા થતા ટ્રકચાલક સ્થળ પર જ ટ્રક છોડી નાસી ગયો હતો, શહેરીજનોમાં ખાસ માંગ ઉઠી છે કે, પોલીસ દ્વારા શહેરમાં દિવસે આવાગમન કરતા ભારે વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે તો રાહદારીઓની સલામતી જળવાઈ રહે.

ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
મૃતક પ્રેમજીભાઈને સંતાનમાં ત્રણ દીકરી અને એક દિકરો હોવાનું જાણવા મળ્યું છે. પિતાના આકસ્મિક મૃત્યુથી ચારેય સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારજનોમાં ભારે આક્રંદ છવાયો હતો.

– રોહિત આર. મેરાણી (જામનગર)

20200629_161205.png

Admin

Rohit Merani

9909969099
Right Click Disabled!