વિધાર્થીઓને શિક્ષણ સાથે જોડવા વિદ્યામંદિર ટ્રસ્ટ પાલનપુર દ્વારા એજ્યુકેશનલ સ્ટુડીયો શરૂ કરાયો

વિધાર્થીઓને શિક્ષણ સાથે જોડવા વિદ્યામંદિર ટ્રસ્ટ પાલનપુર દ્વારા એજ્યુકેશનલ સ્ટુડીયો શરૂ કરાયો
Spread the love
  • બ્લેન્ડેડ લર્નિંગ એજ્યુકેશન સુવિધાનો વિદ્યાર્થીઓ મહત્તમ લાભ ઉઠાવી પોતાના જ્ઞાનમાં વધારો કરે – GCERT ડાયરેકટરશ્રી ર્ડા.ટી.એસ.જોષી

પાલનપુર,
કોરોના વાયરસને કારણે દેશભરની શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. જેના કારણે મોટાભાગના વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહ્યા છે ત્યારે વિદ્યામંદિર ટ્રસ્ટ દ્વારા વિદ્યામંદિરના વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે જોડવાના હેતુથી તા. ૨૮ જૂન, ૨૦૨૦ના રોજ ‘વિદ્યામંદિર એજ્યુકેશનલ સ્ટુડિયો’ શરૂ કરવામાં આવ્યો છે. ડિઝીટલ પેનલ, ક્રોમા, મિરર એક્સેસરીઝ, રેન્ડરમેન, એડિટિંગ સોફ્ટવેર જેવી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ત્રણ સ્ટુડિયોનું ઉદ્દઘાટન વિદ્યામંદિર કેમ્પસ ખાતે જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગરના ડાયરેક્ટર ડૉ. ટી.એસ.જોષીના હસ્તે કરવામાં આવ્યું હતું. સ્ટુડીયોના ઉદ્દઘાટક ડૉ. ટી. એસ. જોષીએ જણાવ્યું કે કૉવિડ-૧૯ જેવી વૈશ્વિક મહામારી દરમિયાન શાળાઓ બંધ છે ત્યારે સમય સાથે પરિવર્તન કરી વિદ્યાર્થીઓ માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સ્ટુડિયોનું નિર્માણ કરવાની પહેલ કરવા બદલ વિદ્યામંદિર ટ્રસ્ટ, પાલનપુરના દ્રષ્ટિવાન ટ્રસ્ટીઓ અને સંસ્થાના તમામ સભ્યોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. તેમણે કહ્યું કે, દુનિયામાં અનેક લોકો નવી બાબતની પહેલ કરવાનું વિચારે છે પરંતુ જે તેનું અમલીકરણ કરે છે એ જ દુનિયામાં આગળ વધી શકે છે અને જ્યારે વિદ્યામંદિરે આ પહેલ કરી છે ત્યારે આ સુવિધાનો વિદ્યાર્થીઓ મહત્તમ લાભ ઉઠાવી પોતાના જ્ઞાનમાં વધારો કરી શકે છે.
વિદ્યામંદિર, પાલનપુરના આ એજ્યુકેશનલ સ્ટુડિયોમાં પરંપરાગત શિક્ષણ, ડિઝીટલ શિક્ષણ, ઇન્ટરેક્ટિવ એજ્યુકેશન અને હોમ લર્નિંગ જેવી વિવિધ શૈક્ષણિક પદ્ધતિઓને જોડીને ‘બ્લેન્ડેડ લર્નિંગ’ની કલ્પના સાથે શિક્ષણ આપવામાં આવશે. બ્લેન્ડેડ લર્નિંગ એજ્યુકેશનની યાત્રામાં વિદ્યામંદિરનું આ પહેલું પગલું છે.

આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી નરેન્દ્રસિંહ ચાવડા અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય ડૉ. એમ. જે. નોગસ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યામંદિર ટ્રસ્ટના નિયામક ડૉ. હસમુખ મોદીએ આમંત્રિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી ‘વિદ્યામંદિર એજ્યુકેશનલ સ્ટુડિયો’ વિશે માહિતી આપી હતી.  આ ઉદ્દઘાટન કાર્યક્રમનું વિદ્યામંદિરની યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન પ્રસારણ કરવામાં આવતા આશરે ૨૦૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓ, તેમના માતાપિતા, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને અન્ય લોકોએ આ કાર્યક્રમ નિહાળ્યો હતો.

Admin

Admin

9909969099
Right Click Disabled!