અરવલ્લી જિલ્લા કલેકટરને LRD બહેનો એ ભરતી નહિ કરાતાં આવેદનપત્ર આપ્યું

અરવલ્લી જિલ્લા કલેકટરને LRD બહેનો એ ભરતી નહિ કરાતાં આવેદનપત્ર આપ્યું
Spread the love

અરવલ્લી જિલ્લા સહિત ની સમગ્ર રાજ્ય ની  લોક રક્ષક દલ ( એલઆરડી) મહિલા આશરે 3300 થી વધુ ની મેડિકલ તપાસો તેમજ પ્રમાણપત્રો ખરાઈ થઈ ગઈ હોવા છતાં .ભરતી નહિ કરાતા અને તે પ્રકિયા  વિલંબ મા મૂકી કોરોના ના કારણો બતાવીને અને એ સિવાય એલ.આર.ડી ની 3300 થી વધુ તમામ બહેનોના વિવિધ  માગણી અને પ્રશ્નો  સંદર્ભ અગાઉ ગાંધીનગર માં ઉપવાસ આંદોલન ચલાવવામાં આવ્યુ હતું અને બોતેર દિવસ પછી સમાધાનકારી વલણ થી આંદોલન સમેટવા માં આવ્યુ હતું.

સરકારે સમાધાન ફોર્મુલા પછી પણ તમામ જિલ્લા ની બહેનોને હાજર કરવામાં ગલ્લા તલ્લા અને નક્કી કરાયાની કોઈ શરતોનું પાલન સરકારે ધ્યાનમાં નહીં લેતા આખરે. આજે સમગ્ર ગુજરાત બહેનો પંદર જુલાઈ થી ફરીથી લડતનું રણશિંગું ફુકનાર છે. આ અંગેનુ આવેદનપત્ર અરવલ્લી જિલ્લા મહિલા લોક રક્ષક દળની સેજલ રાજપૂત,નિધિ પટેલ,હંસા પરમાર, શર્મિષ્ઠા પરમાર સહિત ની પચાસ જેટલી મહિલાઓ એ  અરવલ્લી જિલ્લા ની  બહેનો દ્વારા વિવિધ સંગઠનો દ્વારા ભરતી પ્રક્રિયા તાત્કાલિક  રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવે તેમાટે અધિક નિવાસી કલેકટર રજનીકાંત વલવી ને આવેદનપત્ર આપ્યું હતું જો ભરતી પ્રક્રિયા તાત્કાલિક ધોરણે નહીં કરવામાં આવેતો આગામી પંદર જુલાઈ થી રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે ની ચીમકી ઉચ્ચારવામો આવી હતી.

રિપોર્ટ : સલીમ પટેલ (મોડાસા)

IMG_20200702_142459-1.jpg IMG_20200702_142531-0.jpg

Admin

Salim Patel

9909969099
Right Click Disabled!