કડીમાં પોલીસની વધુ એક શર્મનાક હરકત, મફતમાં લચ્છી ન આપતા વેપારીને પૂર્યો જેલમાં..!

કડીમાં પોલીસની વધુ એક શર્મનાક હરકત, મફતમાં લચ્છી ન આપતા વેપારીને પૂર્યો જેલમાં..!
Spread the love
  • કડીમાં ઉધાર લસ્સી ના આપતા પોલીસે દુકાનદાર ને ખોટા કેસમાં ફસાવી દેવાની આપી ધમકી

કડી માં મોરલી કોલડ્રીંક્સ નામની દુકાનધારકે કડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા દિનેશભાઇ (ASI)એ મોકલેલ માણસ ને ઉધાર લસ્સી ના આપી જૂનું ઉધાર માંગતા પોલીસે લોકડાઉનના ભંગ જેવા ગુન્હામાં ખોટી રીતે સંડોવી દેવાની ધમકી આપી બળજબરી પૂર્વક પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો જેનો ભોગ બનનારે ડી.જી.પી.,રેન્જ આઈજી સહીત ઉચ્ચ કક્ષાએ પત્ર લખી તેને ન્યાય અપાવવા માંગણી કરી છે.

કોરોના વાયરસની મહામારી માંથી પસાર થતા દેશના નાગરીકો અને વેપારીઓ માંડ પોતાનું જીવન રાબેતા મુજબ શરૂ કરવા સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે ફરજનો અને હોદ્દાનો દુરુપયોગ કરનાર કેટલાક પોલીસ કર્મીઓની આદત કપરી પરિસ્થિતિમાં પણ બદલાયી નથી.કડી શહેરમાં મોરલી કોલડ્રીંક્સ નામની દુકાન વેપારીએ લોકડાઉન બાદ અનલોકમાં સરકારી નીતિનિયમોના પાલન સાથે શરૂ કરી છે ત્યારે એક બાજુ બજારમાં ઘરાકી દેખાયી નથી રહી ત્યારે કડી પોલીસ સ્ટેશનના કેટલાક કર્મચારીઓને ઉધાર લસ્સી પીવાની મજા પડી છે.

ઘણી વખત ઉધારમાં લસ્સી પીવાનો સ્વાદ ચાખી ગયેલા પોલીસ સ્ટાફના માણસો ફરી વખત ઉધારમાં લસ્સી લેવા આવતા દુકાનદારે જુના પૈસા ની ઉઘરાણી કરી હતી જેને પગલે ફરજનો દુરુપયોગ કરવા ટેવાયેલા કડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રજનીભાઇ (હેડ.કોન્સ્ટેબલ)તથા અન્ય કર્મીઓ બુધવારના સાંજે આશરે સાતેક વાગે બીન ડ્રેસમાં આવી દુકાનદારે માસ્ક પહેરેલ હતું અને સેનેટાઈઝર રાખેલ હોવા છતાં ઉધાર નહીં આપ્યું હોવાની અદાવત રાખી વેપારીની ખોટી રીતે અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો જ્યાં વેપારીને ખોટા પોલીસ કેસમાં સંડોવી દેવાની ધમકી આપવામાં આવી હતી.આ સમગ્ર મામલે ભોગ બનનાર વેપારીએ ઉચ્ચ કક્ષાએ લેખિત રજુઆત કરી ન્યાય અપાવવા અરજ કરી છે.

વેપારીના આક્ષેપો પાયાવિહોણા છે.-એ.એમ.વાળા(ઇન્ચાર્જ કડી પોલીસ સ્ટેશન)
કડી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી પી.એસ.આઈ.એ.એસ.વાળાએ વેપારીના ઉધાર લસ્સી ના આપતા અટકાયત કરી હોવાના આક્ષેપ ને નકારી દીધા હતા તેમણે પોતાના કર્મચારીઓની ભૂલ સ્વીકારતા કહ્યું હતું કે મોરલી પાન પાર્લર નો માલિક અનલોકના સમયગાળામાં નિયત સમય મર્યાદા કરતા મોડા સુધી દુકાન ખુલ્લી રાખતો હોવાથી તેની અટકાયત કરવા પોલીસ કર્મચારીઓ ગયા હતા પરંતુ કર્મચારીઓ ભૂલ થી મોરલી કોલડ્રીંક્સ ના માલિક ને લઈ આવ્યા હતા જેની જાણ થતાં તાત્કાલિક તેને છોડી મુકવામાં આવ્યો હતો પરંતુ ઉધાર લસ્સી ના આપવાથી અટકાયત કરી હોવાની વાત ને રદિયો આપ્યો હતો.

IMG-20200702-WA0014.jpg

Admin

Dhaval Gajjar

9909969099
Right Click Disabled!