ગાંધીનગરમાં લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર- ફેમિના : લેડિઝ ક્લબનો શુભારંભ

ગાંધીનગરમાં લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર- ફેમિના : લેડિઝ ક્લબનો શુભારંભ
Spread the love

કોવિદના માહોલ વચ્ચે ગાંધીનગર ખાતે એક નવી સંસ્થાનો ઉદય થઈ રહ્યો છે . લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના નામથી શરૂઆત પામેલી રહેલી આ ક્લબ માત્ર લેડીઝ સભ્યો ની ક્લબ તરીકે કામ કરશે. વર્ષ 2020ના જુલાઈ માસથી લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલની આ પાંખનો કાર્યકાળ શરૂ થઈ ગયો છે. કહેવાય છે કે ગાંધીનગર, અનેક સંસ્થાઓનું નગર છે. પરંતુ સ્વીકારવું પડશે કે આ સંસ્થાઓ ગાંધીનગરને ધબકતું પણ રાખે છે. ઓછા વસ્તીવાળા આપણા આ શહેરમાં એકબીજાને મળવા માટે સંસ્થાના કાર્યક્રમો અને મેળાવડાઓ જ માધ્યમ બને છે.સચિવાલયમાં કર્મચારીઓને એકબીજાને ઉડતી સલામ કરવાની તક મળી રહે છે પરંતુ રોજિંદા જીવનની ઘટમાળમાંથી બચવા સ્ત્રીઓ કંઈક ને કંઈક કરતી જોવા મળે છે. મોટે ભાગે કીટી પાર્ટીઝ નો સહારો લે છે.

મનોરંજન માટે થતી આ પ્રવૃત્તિઓમાં ઉદ્દેશ ભળે તો સમય, પૈસા અને શક્તિનો સદુપયોગ થયો ગણાય એવું માનતા ચાર સ્ત્રીમિત્રોને ઇન્ટરનેશનલ દરજ્જો ધરાવતી લેડીઝ ક્લબ શરૂ કરવાનો વિચાર આવ્યો અને એમના પ્રયત્નોને સફળતા પણ મળી. એના પરિણામ સ્વરૂપ આ લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિનાનો ઉદભવ થયો છે. લાયન્સ ક્લબ ગાંધીનગર દ્વારા સ્પોન્સર થયેલી આ ક્લબને પાસ્ટ ડિસ્ટ્રીક્ટ ગવર્નર શ્રી હરેન્દ્ર શુક્લ તથા બીજા પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી યોગેન્દ્ર પટેલ તથા ગાંધીનગર લાયન્સ પીપી ફોરમના ચેરમેન ડૉ. એ આર પટેલના આશીર્વાદ સાંપડ્યા છે. નિર્માણની આ પ્રક્રિયામાં લાયન્સ અને લાયોનેસના તમામ ભૂતપૂર્વ પ્રમુખોની સંમિતિનો સિંહફાળો કહી શકાય.

લાયન્સ ક્લબ ફેમિના ના ફાઉન્ડર મિત્રોમાં વૈશાલી બેન જોષી, ડિમ્પલ બેન દેસાઇ, ચંદાબેન યાદવ અને મમતા બેન રાવલનો સમાવેશ થાય છે. ગાંધીનગરની જાણીતી અને અદભૂત કામ કરતી સંસ્થા લાયોનેસ ક્લબના તેઓ ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ છે. બહોળો અનુભવ અને કંઈક કરવાની ખેવના ધરાવતા ઉત્સાહી આ સ્ત્રીમિત્રોને સંસ્થાના નિર્માણ માટે અભિનંદન અને શુભેચ્છા છે. વર્ષ 2020 -21 માટે ચાર્ટર પ્રમુખ તરીકે મમતા બેન રાવલની નિયુક્તિ કરવામાં આવી છે. જયારે સેક્રેટરી તરીકે તત્કાલીન લાયોનેસ પ્રમુખ દક્ષાબેન જાદવ અને ટ્રેઝરર તરીકે ભૂતપૂર્વ લાયોનેસ પ્રમુખ આરતી બેન ભટ્ટ નિમાયા છે. ક્લબની પ્રવૃત્તિ સાથે જોડાવા માટે મોટી સંખ્યામાં સભ્યોએ ઉત્સાહ દર્શાવ્યો છે . કોવિદની મર્યાદા વચ્ચે પણ પ્રમુખશ્રી અને એમની ટીમ સેવા અને ફેલોશીપના કાર્યક્રમો કરવા કટિબધ્ધ છે. ટીમ અને સહુ સભ્યોનો તરવરાટ ગાંધીનગર અને રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સ્તરે ગાંધીનગર નું નામ રોશન કરશે એવી આશા છે ફરી એક વાર સ્ત્રી શક્તિને વંદન અને શુભેચ્છા.

Admin

Admin

9909969099
Right Click Disabled!