રામ અદભુત શક્તિ, ઇમારતો તૂટી, પરંતુ અસ્તિત્વ ખતમ ન થયું

રામ અદભુત શક્તિ, ઇમારતો તૂટી, પરંતુ અસ્તિત્વ ખતમ ન થયું
Spread the love

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં બહુ રાહ જોવાતી હતી તે રામ મંદિરના નિર્માણનું શિલાન્યાસ કર્યુ. મંત્રોચ્ચારની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાંદીની ઇંટ રાખ્યા પછી જણાવ્યું હતું કે આજે કરોડો ભારતીયોની અભિલાષા, આશા પૂરી થઈ. આજના પવિત્ર અવસરે બધાને કોટિ-કોટિ અભિનંદન. તેમણે જણાવ્યું હતું કે આજના દિવસની ગૂંજ સમગ્ર વિશ્વમાં સંભળાઈ રહી છે. વડાપ્રધાન ભગવાન રામ અને સીતાના જયકાર સાથે પોતાના ભાષણનો પ્રારંભ કર્યો. તેમણે જણાવ્યું હતું કે કરોડો રામભક્તોને આ પવિત્ર પ્રસંગે કોટિ-કોટિ અભિનંદન. આજે તેની ગૂંજ સમગ્ર વિશ્વમાં સંભળાઈ રહી છે.

વડાપ્રધાને જણાવ્યું હતું કે આ ઐતિહાસિક પળના સાક્ષી બનવા માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરુ છું. તેમણે જણાવ્યું હતું કે અહીં આવવું સ્વાભાવિક હતુ. તેનું કારણ એ છે કે રામના કામ કર્યા વગર મને ચેન મળવાનું ન હતુ. વડાપ્રધાને જણાવ્યું હતું કે ભારત આજે સરયૂ નદીના કિનારે એક સ્વર્ણિમ અધ્યાય રચી રહ્યુ છે. સોમનાથથી કાશી વિશ્વનાથ સુધી આજ અયોધ્યા ઇતિહાસ રચી રહી છે. આજે સમગ્ર ભારત રામમય છે. સમગ્ર દેશ રોમાંચિત છે. દરેક મન દીપમય છે. આજે સમગ્ર ભારત ભાવુક છે. સદીઓની પ્રતીક્ષાનો આજે અંત આવ્યો છે. કરોડો લોકોને આજે તે વિશ્વાસ થઈ રહ્યો નથી કે તે પોતાના જીવતા આ પવિત્ર દિવસને જોઈ શકવાના છે.

વર્ષોથી ટાટ અને ટેન્ટની નીચે રહેતા રામલલા માટે એક ભવ્ય મંદિરનું નિર્માણ થશે. તૂટવુ અને ફરીથી ઊભી થવુ તેના સદીઓ જૂના આ ક્રમમાંથી રામજન્મભૂમિ આજે મુક્ત થઈ છે મારી સાથે ફરીથી એક વખત બોલો જય સિયારામ, જય સિયારામ. આપણા સ્વતંત્રતા આંદોલનમાં કેટલીય પેઢીઓએ બધુ સમર્પિત કરી દીધુ. આઝાદી માટે ક્યારેય આંદોલન ચાલ્યુ ન હોય તેવો કોઈ સમય રહ્યો નથી. 15 ઓગસ્ટનો દિવસ આ અથાક તપ અને લાખો બલિદાનનું પ્રતીક છે. આ જ રીતે રા મંદિર માટે કેટલીય સદીઓ સુધી, કેટલીય પેઢીઓ સુધી એક અવિરત એકનિષ્ઠ પ્રયાસ કરવામાં આવ્યા છે. આજનો આ દિવસ તે તપ, ત્યાગ અને સંકલ્પનું પ્રતીક છે.

રામ મંદિર માટે ચાલેલા આંદોલનમાં અર્પણ હતુ અને તર્પણ પણ હતુ. તેના ત્યાગ, બલિદાન અને સંઘર્ષ વડે આજનો દિવસ સફળ હ્યો છે. હું તે 120 કરોડ દેશવાસીઓ તરફ માથુ ઝુકાવીને નમન કરુ છુ. ગંગા વંદન કરુ છુ. સંપૂર્ણ સૃષ્ટિની શક્તિઓ રામ જન્મભૂમિના પવિત્ર આંદોલન સાથે જોડાયેલી દરેક વ્ક્તિ જે જ્યાં છે તે આ આયોજનને જોઈ રહી છે. તેઓ ભાવવિભોર થઈ રહ્યા છે. બધાને આશીર્વાદ આપી હ્યા છે. સાથીઓ રામ આપણા હૃદયમાં વસેલા છે. તે આપણી અંદર બિરાજમાન છે. કોઈપણ કામ કરવું હોય તો પ્રેરણા માટે અમે ભગવાન રામની તરફ જ જોઈએ છીએ. તમે ભગવાન રામની અદભુત શક્તિ જુઓ. ઇમારતો નષ્ટ થઈ ગઈ, શું નથી થયુ, તેમના અસ્તિત્વને ખતમ કરવાનો દરેક પ્રયાસ કરવામાં આવ્યો. બહુ બધુ થયુ. પરંતુ આજે પણ રામ આપણા મનમાં વસેલા છે.

આપણી સંસ્કૃતિના આધાર છે. શ્રીરામ ભારતની મર્યાદા છે. શ્રીરામ મર્યાદા પુરુષો્તમ છે. આ જ લોકમાં અયોધ્યામાં રામ જન્મભૂમિ પર શ્રીરામના આ ભવ્ય અને દિવ્ય મંદિર માટે આજે ભૂમિપૂજન થયું છે. અહીં આવતા પહેલા મેં હનુમાન ગઢીના દર્શન કર્યા. રામના બધા કામ હનુમાન કરે છે. રામના આદર્શોની કલયુગમાં રક્ષા કરવાની જવાબદારી હનુમાનની છે. તેમના આશીરવાદથી રામ મંદિરનું ભૂમિપૂજન થયુ. રામ મંદિર આધુનિક સમયનું પ્રતિક બનશે. આપશી શાસ્વત આસ્થાનું પ્રતિક બનશે. આપણી રાષ્ટ્રીય ભાવનાનું પ્રતિક બનશે. આ મંદિર કરોડો લોકોની સામૂહિક સંકલ્પ શક્તિનું પ્રતિક પણ બનશે. આ મંદિર બન્યા પછી અયોધ્યાની ભવ્યતા જ નહી વધે, પરંતુ આ ક્ષેત્રનું સમગ્ર અર્થતંત્ર બદલાઈ જશે. દરેક ક્ષેત્રમાં તકો વધશે.

રામ મંદિરની નિર્માણની પ્રક્રિયા રાષ્ટ્રને જોડવાનો ઉત્સવ છે. તે નરને નારાયણ સાથે જોડવાનો ઉપક્રમ છે. આજનો આ ઐતિહાસિક પળ યુગો-યુગો સુધી ભારતની કીર્તિ પતાકા ફેલાવતો રહેશે. આજના આ દિવસ કરોડો રામભક્તોના સંકલ્પની સત્યતાનું પ્રમાણ છે. તે ન્યાયપ્રિય ભારતની એક અનુપમ ભેટ છે. કોરોનાના લીધે સર્જાયેલી સ્થિતિના કારણે ભૂમિપૂજનનો આ કાર્યક્રમ અનેક મર્યાદાઓ વચ્ચે થઈ રહ્યો છે. શ્રીરામના કામે જેવી મર્યાદા રજૂ કરવામાં આવી દેશે તેવું ઉદાહરણ રજૂ કર્યુ છે. આ મર્યાદાનો અનુભવ અમે ત્યારે પણ કર્યો જ્યારે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો. તે સમયે દેશવાસીઓની શાંતિની સાથે બધાની ભાવનાઓનો ખ્યાલ રાખતા વ્યવહાર કરવામાં આવ્યો હતો. આજે પણ અમે આ મર્યાદા જોઈ રહ્યા છીએ.

સાથીઓ રામ મંદિર સાથે નવો ઇતિહાસ જ રચાતો નથી, પરંતુ ઇતિહાસ પોતાનું પુનરાવર્તન કરી રહ્યો છે. આજે દશભરના લોકોના સહયોગથી રામ મંદિરના નિર્માણનું પુણ્ય કાર્ય શરૂ થયુ છે. આમ જે રીતે પથ્થરો પર શ્રીરામ લખીને રામ સેતુ બનાવવામાં આવ્યો હતો, તે આજે ઘર-ઘર, ગામ-ગામ શ્રદ્ધાપૂર્વક પૂજાયેલી શિલાઓ ઉર્જાનો સ્ત્રોત બની ગઈ છે. દેશભરના ધામો, મંદિરોમાંથી લાવવામાં આવેલી માટી, નદીઓના જળ તથા લોકોની ભાવનાઓ અમોઘ શક્તિ બની ગઈ છે. ખરેખર આ ન ભૂતો ન ભવિષ્યતિ જેવુ કાર્ય છે. ભારતની આસ્થા, ભારતના લોગોની સામૂહિકતા અને તેની અમોઘ શક્તિ સમગ્ર વિશ્વ માટે અભ્યાસનો વિષય છે.

શ્રીરામને તેજમાં સૂર્ય સમાન, ક્ષમામાં પૃથ્વી તુલ્ય, બુદ્ધિમાં બૃહસ્પતિ તુલ્ય અને યશમાં ઇન્દ્ર સમાન માનવામાં આવ્યા છે. તે સત્ય પર અડગ રહેતા તા. શ્રીરામ સંપૂર્ણ છે. તે કેટલાય હજારો વર્ષથી ભારત માટે પ્રકાશ સ્તંભ બનેલા છે. શ્રીરામે સામાજિક સમરસતાને શાસનની આધારશિલા બનાવી અને પ્રજાનો વિશ્વાસ મેળવ્યો.

રિપોર્ટ: યોગેશ પટેલ.અરવલ્લી

Screenshot_20200805_161711.jpg

Admin

Yogesh Patel

9909969099
Right Click Disabled!