શિહોરી પો.સ્ટે.ના દુદાસણ ગામેથી દસ શકુનીઓને પકડી જુગારનો ગણનાપાત્ર કેસ કરતી પોલીસ

શિહોરી પો.સ્ટે.ના દુદાસણ ગામેથી દસ શકુનીઓને પકડી જુગારનો ગણનાપાત્ર કેસ કરતી પોલીસ
Spread the love

શ્રી પોલીસ મહાનિરિક્ષક શ્રી બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ બનાસકાંઠા,પાલનપુર નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એચ.ચૌધરી સાહેબ તથા સર્કલ પો.ઇન્સ.કે.એસ.ચૌધરી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ પ્રોહી/જુગારની પ્રવૃતીઓ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના હોઇ જે અનુસંધાને એસ.વી.આહિર પો.સબ.ઇન્સ શિહોરી નાઓ પો.સ્ટે. હાજર હોઇ જેઓને બાતમી હકીકત મળેલ કે દુદાસણ ગામે પંચાલવાસમાં રહેતા ભગીબેન વા/ઓ મફાભાઇ જયચંદભાઇ જાતે.પંચાલ ના રહેણાંક ઘરમાં અરવિંદભાઇ બચુભાઇ જાતે.પંચાલ રહે.દુદાસણ તા.કાંકરેજવાળોઓ ઘરની ઓસરીમાં માણસો ભેગા કરી ગંજીપાના વડે હાર જીતનો જુગાર રમી રમાડે છે. અને હાલમાં જુગાર રમવાનું ચાલુમાં છે.

જે હકીકત આધારે સદરે જગ્યાએ જુગાર રેઇડ કરવાની હોઇ આપ.સા.શ્રી એ *મહે.નાયબ પોલીસ અધિક્ષક સા શ્રી દિયોદર વિભાગ દિયોદર નાઓને લેખિત રીપોર્ટ કરી જુગાર ધારા ક.૪,૫,નું જુગાર નું વોરંટ નંબર-૩/૨૦૨૦ તા.૦૬/૦૮/૨૦૨૦ એમ દિન-૦૨ નું મેળવી લઇ શ્રી એસ.વી.આહિર પો.સબ.ઇન્સ શિહોરી નાઓ તથા અ.હેઙ.કોન્સ વદનાજી ભારાજી બ.નં.૧૪૬૯ તથા પો.કોન્સ. શૈલેષકુમાર ગણપતભાઇ બ.નં.૮૧૪ તથા પો.કોન્સ. જગુભા રણછોડજી બ.નં.૬૭૮ તથા પો.કોન્સ. આબાદખાન ઇનાયતખાન બ.નં.૧૪૩૮ તથા પો.કોન્સ. રમેશભાઇ રૂપાભાઇ બ.નં.૬૩૮ તથા અ.પો.કો. સંજયકુમાર બાબુલાલ બ.નં.૧૮૨૨ તથા અ.પો.કો. અલ્પેશજી કરશનજી બ.નં.૨૦૨૪ તથા આ.પો.કો. ભારમલભાઇ ભુતાભાઇ બ.નં.૬૪૫ નાઓ સદરે જગ્યાએ જુગારની પંચો સાથે રેઇડ કરતા કેટલાક ઇસમો ભેગા થઇ ગંજીપાના વડે પૈસાથી હાર જીતનો જુગાર રમી રમતા હતા.

જેઓ અમો પોલીસને જોઇ પતા ફેકી નાશવા જતા અમો પોલીસે કોર્ડન કરી (૧) હરગોવનભાઇ ઉમેદભાઇ જાતે.સુથાર (૨) સહદેવજી અનારજી જાતે.ઠાકોર (૩) શ્રવણજી જોગાજી જાતે.ઠાકોર (ઉદરીયા) (૪) હેમતાજી જોગાજી જાતે.ઠાકોર (૫) કમાભાઇ અરજણભાઇ જાતે.દેસાઇ (૬) શ્રવણજી ધારાજી જાતે.ઠાકોર (૭) દિનેશજી ઇશ્વરજી જાતે.ઠાકોર (૮) વિજયજી વેરશીજી જાતે.ઠાકોર (૯) કાનજીભાઇ સુંડાભાઇ જાતે.દેસાઇ (૧૦) જગાજી જોગાજી જાતે.ઠાકોર તહો.નં.૧ રહે.સાંપ્રા તા.સરસ્વતી જી.પાટણ તથા તહો નં.૨ થી ૧૦ રહે.દુદાસણ તા.કાંકરેજ વાળાઓને પકડી પાડેલ જેઓની અંગઝડતીમાંથી તેમજ દાવના પટ ઉપરથી ગંજી પાના નંગ-૫૨ તથા રોકડ રકમ રૂા.૧૩,૭૧૦/- તથા મોબાઇલ નંગ-૦૯ કી.રૂ. ૨૪,૫૦૦/- તથા એક મો.સા કિ.રૂ.૩૩,૦૦૦/-એમ મળી કુલ કી.રૂ.૭૧,૨૧૦/-ના મુદામાલ સાથે ગે.કા. રીતે જાહેરમાં ગંજી પાના વડે હાર જીતનો જુગાર રમી રમાડતાં પકડાઇ ગયેલ તેમજ પકડાયેલ ઇસમોને નાશી ગયેલ ઇસમો બાબતે પુછતા (૧) ભાવેશજી જોગાજી જાતે.ઠાકોર (૨) પ્રકાશજી રમેશજી જાતે.ઠાકોર (૩) દશરથજી ભોપાજી જાતે.ઠાકોર (૪) ઓધારજી કાનજીજી ઠાકોર (૫) અરવિદભાઇ બચુભાઇ જાતે.પંચાલ તમામ રહે.દુદાસણ તા.કાંકરેજ વાળાઓ હોવાનુ જણાવતા હોઇ તો તમામ ઇસમો વિરૂધ્‍ધ શિહોરી પો.સ્‍ટે જુગાર ધારા ક.૪,૫ મુજબની કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

રિપોર્ટ : મહેશ ડાભાણી / બનાસકાંઠા

IMG-20200807-WA0015.jpg

Admin

Mahesh Dabhani

9909969099
Right Click Disabled!