ગુજરાતમાં તહેવારોની સાર્વજનિક ઉજવણી નહીં થાય : પ્રદીપસિંહ જાડેજા

ગુજરાતમાં તહેવારોની સાર્વજનિક ઉજવણી નહીં થાય : પ્રદીપસિંહ જાડેજા
Spread the love

અમદાવાદ: કોરોના સંક્રમણના વ્યાપને અટકાવવા માટે ગણેશ મહોત્સવ સહિત ઑગસ્ટ માસમાં આવતા હિન્દુ અને મુસ્લિમોના તમામ તહેવારોની ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ આજે વડોદરાના નજીક કંડારી ખાતે ૭૧માં વન મહોત્સવ કાર્યક્રમમાં આવેલા રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણના વ્યાપને અટકાવવા માટે એક માત્ર માર્ગ સોશ્યલ ડિસ્ટન્સિંગ છે. સમગ્ર ગુજરાતના ગણેશ મંડળો, પદયાત્રા મંડળો, મુસ્લિમ સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં આગામી દિવસોમાં આવી રહેલા ગણેશોત્સવ, તાજિયા સહિત ઓગસ્ટ માસના તમામ નાના-મોટા તહેવારો ઉજવવામાં ન આવે તેવી સરકારને રજૂઆતો કરવામાં આવી હતી.

આ સાથે રાજ્ય સરકારને પણ લાગ્યું કે, તહેવારોમાં લોકો ભેગા થશે તો કોરોના સંક્રમણ વધશે. આથી ગણેશોત્સવ સહિત ઓગસ્ટ માસમાં આવતા હિન્દુ-મુસ્લિમ તહેવારોની ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે મંડળો, પરિવારને ગણપતિ બેસાડવા હોય તેઓ પોતાના ઘરમાં બેસાડે અને તેનું વિસર્જન પણ પોતાના ઘરમાં કરે. કોઇ પણ પ્રકારની શોભાયાત્રા કાઢી શકાશે નહીં. તે જ રીતે તાજિયાના પણ જુલુસ કાઢી શકાશે નહીં. આ ઉપરાંત કોઇપણ જાહેર તહેવારો સામૂહિક રીતે ઉજવી શકાશે નહીં. જે અંગેનું જાહેરનામું આગામી ટૂંક દિવસમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.

દરમિયાન અમદાવાદમાં કોવિડ-૧૯ શ્રેયા હોસ્પિટલમાં આગ લાગવાની બનેલી ઘટના અંગે રાજ્યના ગૃહમંત્રીએ જણાવ્યું કે, આ ઘટના દુ:ખ છે. સરકાર દ્વારા કોરોના સંક્રમિતો માટે સરકારી હોસ્પિટલોમાં તો વ્યવસ્થા કરવામાં આવી જ છે તે સાથે ખાનગી હોસ્પિટલોને પણ તમામ તકેદારીનો અભ્યાસ કરીને કોવિડના દર્દીઓને સારવાર આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ કોઇક ખામી રહી ગઇ હોવાથી આ ઘટના બની છે. જોકે, અમદાવાદમાં બનેલી આ ઘટના અંગે રાજ્ય સરકાર દ્વારા તો તપાસ સમિતિ બનાવી દેવામાં આવી છે. તે સાથે પોલીસ વિભાગ દ્વારા પણ તપાસ કરાવવામાં આવી રહી છે. જે કોઇ કસુરવાર જણાશે તેઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

images.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!