ધ્રોલ પંથકમાં 348 બોટલ દારૂ સાથે ચાર ઝડપાયા

ધ્રોલ પંથકમાં 348 બોટલ દારૂ સાથે ચાર ઝડપાયા
Spread the love

ધ્રોલ તાલુકાના ગ્રામ્ય પંથકમાં પીએસઆઇ સી.એમ.કાંટેલિયા અને સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો જે વેળાએ પોલીસ ટુકડીએ ભેંસદડ ગામના સીમ વિસ્તારમાં હાડા ટોડા પ્રહલાદસિંહ ઉર્ફે ટીનુભા વનરાજસિંહ જાડેજા આદીવાસી શ્રમિકો સાથે ભાગીદારીમાં દારૂનો જથ્થો રાખ્યો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે વાડીમાં દરોડો પાડતાં ઇંગ્લીશ દારૂની ૨૧૬ બોટલ મળી આવી હતી. પોલીસે પ્રહલાદસિંહ ઉર્ફે ટીનુભા અને ખેતમજુર જોગડીયા કારીયાભાઇ મોહનીયાને પકડી પાડી રૂ.૧.૦૮ લાખની કિંમતનો દારૂ કબજે કર્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં આ દારૂ પ્રકરણમાં મોસીન અને દુષ્યંત ઉર્ફે કાનો પંડયાની સંડોવણી ખુલી હતી. જેની તપાસ દરમિયાન પોલીસે બંને આરોપીઓ માણેક પરથી હાડાટોડા જતા માર્ગ પર હરદિપસિંહ જાડેજાની વાડીએ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસ ટુકડી ત્વરીત ધસી જતા તેમાંથી ઇંગ્લીશ દારૂની ૧૩૨ બોટલ સાથી મોસીન રહીમભાઇ મકવાણા અને દુષ્યંત ઉર્ફે કાનો પ્રવિણભાઇ પંડયાને પકડી પાડયા હતા. પોલીસે જુદા જુદા દરોડામાં રૂ.૧.૭૪ લાખની કિંમતના દારૂની ૩૪૮ બોટલો કબજે કરી કોવિડ પરીક્ષણની તજવીજ હાથ ધરી છે.

– રોહિત મેરાણી (જામનગર)

images-16.jpeg

Admin

Rohit Merani

9909969099
Right Click Disabled!