માલપુરમા બે કલાકમા બે ઈંચ વરસાદ : પાણીના નિકાલની વ્યવસ્થાના કરાતા અણીયોરનો સપક તુટ્યો

માલપુરમા બે કલાકમા બે ઈંચ વરસાદ : પાણીના નિકાલની વ્યવસ્થાના કરાતા અણીયોરનો સપક તુટ્યો
Spread the love

માલપુર તાલુકામા સવારના ચાર વાગ્યાની આસપાસ  ધોધમાર વરસાદ પડ્યો હતો, બે કલાક મા બે ઈચ વરસાદ પડતા નદીમા નવા નીર વહેતા થયા હતા,  ત્યારે તળાવ અને ખેતરોમાં પાણી ભરાયા હતા, તો માલપુર અને અણિયોર વચ્ચે આવતા ભાથીજીના મુવાડા નજીક રોડ ઉપર પાણી ભરાતા અણીયોર,માલપુર નો સપક તુટ્યો હતો,આવતા જતા મુસાફરો અને વાહન ચાલકોને બે કલાક સુધી રાહ જોવી પડી હતી.

ભાથીજીના મુવાડા નજીક જમણા કાંઠાની વાત્રકકેનાલ પસાર થાય છે,જેનાથી ઉપરવાસના પાણીના નિકાલની વ્યવસ્થા ના કરાતા પાણી રોડ ઉપર ભરાયુ હતુ,જે ગામલોકો ધ્વારા જેતે વિભાગના અધિકારીઓને જાણ કરવામા આવે છે,પરંતુ “આંખ આડા કાન”કરવામા આવી રહ્યા છે, આસપાસના લોકોની માંગ છે, વરસાદવા પાણીના નિકાલ કરવાની વ્યવસ્થા કરવામા આવે.

રિપોર્ટ : સલીમ પટેલ (મોડાસા)

IMG_20200810_174924.jpg

Admin

Salim Patel

9909969099
Right Click Disabled!