કોંગ્રેસે પાર્ટી ફંડ ઉઘરાવા માટે કર્યો આદેશ

કોંગ્રેસે પાર્ટી ફંડ ઉઘરાવા માટે કર્યો આદેશ
Spread the love

દેશમાં 2014 બાદ થયેલા સત્તા પરિવર્તન પછી કોંગ્રેસ એક કરતા વધારે સંકટોનો સામનો કરી રહી છે. દેશની સૌથી જુની પાર્ટી પર હવે એક નવું સંકટ ઉભુ થયું છે અને તે છે આર્થિક સંકટ. નાણાકીય ભીડમાં આવેલી કોંગ્રેસ દ્વારા હવે પાર્ટી ફંડ એકઠું કરવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીની તાજેતરમાં મળેલી બેઠકમાં પાર્ટીની આર્થિક સ્થિતિ ચર્ચાનો મુખ્ય વિષય રહી હતી અને તેમાં પાર્ટી માટે ભંડોળ એકઠું કરવા પર ચર્ચા થઈ હતી.

સૂત્રોના કહેવા પ્રમાણે પાર્ટીના ટોચના નેતાઓએ મહારાષ્ટ્ર, ઝારખંડ, પંજાબના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. જેમાં આ ત્રણે રાજ્યોની સરકારોના તમામ મંત્રી સામેલ થયા હતા. એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે તમામ સભ્યોને ફંડ એકઠું કરવાની જવાબદારી ઉપાડવા માટે અપીલ કરાઈ હતી. કોંગ્રેસ માટે દિલ્હીમાં બની રહેલું પાર્ટીનું નવું હેડક્વાર્ટર પણ ખર્ચની રીતે ચિંતાનો વિષય બનેલું છે. કારણ કે આ માટે પણ પૈસાની જરુરિયાત ઉભી થઈ રહી છે.

વર્ષ 2019-20માં 139 કરોડ રૂપિયા મળ્યા હતાવર્ષ 2019-20માં કોંગ્રેસને 139 કરોડ રૂપિયાથી વધુનું ફંડ મળ્યું હતું. પક્ષના સભ્યોમાં વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે 3 કરોડ રૂપિયાનો સૌથી વધુ ફાળો આપ્યો છે. આ મહિનાના પહેલા અઠવાડિયામાં, ચૂંટણી પંચે 2019-20 માં કોંગ્રેસને મળેલા દાનને લગતા અહેવાલ જાહેર કર્યા હતા. રિપોર્ટ અનુસાર, ‘આઇટીસી’ અને તેની સાથે સંકળાયેલી કંપનીઓએ દાનમાં 19 કરોડ રૂપિયાથી વધુ કોંગ્રેસને ફંડમાં આપ્યા છે, જ્યારે ‘પ્રૂડેન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ’એ 31 કરોડ રૂપિયા આપ્યા છે.

congress3-1024x683.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!