અમેરિકામાં વસતા મુસ્લિમો દ્વારા ઓક્સિજન કોન્સટ્રેશન મશીનોનું મહાદાન

અમેરિકામાં વસતા મુસ્લિમો દ્વારા ઓક્સિજન કોન્સટ્રેશન મશીનોનું મહાદાન
Spread the love
  • ધારાસભ્યો ગ્યાસુદ્દિન શેખ અને ઇમરાન ખેડાવાલાએ અલઅમીન હોસ્પિટલને કુલ રૃપિયા ૫૦ લાખની ફાળવણી કરી

અહેમદાબાદ : ગુજરાતમાં કોવિડ-19ની સ્થિતિ અત્યંત ભયંકર બની છે અને દરદીઓ ઓક્સિજનની અછતના કારણે જાન ગુમાવી રહ્યા છે ત્યારે અમેરિકામાં વસતા મુસ્લિમ ડોકટરો અને વ્યવસાયીઓ ગુજરાતની મદદે આવ્યા છે. અમેરિકન ફેડરેશન ઓફ મુસ્લિમ્સ ઓફ ઇન્ડિયન ઓરિજીન યુએસ-કેનેડા (આફમી)અને ગુજરાતી મુસ્લિમ્સ એસોસિએશન ઓફ અમેરિકા (જી મા) દ્વારા ભારતના કોવિડ-19ના દરદીઓને પુરતું ઓકર્સિજન મળ રહે એ માટે એક સો ઓક્સિજન કોન્સટ્રેશનનું દાન કરાયું છે. અલ અમીન હોસ્પિટલ તેમજ સુન્ની મુસ્લિમ વકફ કમિટી, અહેમદાબાદ દ્વારા આજે યોજાયેલા એક સાદા સમારંભમાં કપડવંજના સહયોગ ટ્રસ્ટ, અલીગઢની જવાહર લાલ નહેરૃ મેડિકલ કોલેજ, શાંતિ હોસ્પિટલ, અલીગઢ,મોહમ્મદી મેમોરિયલ હોસ્પિટલ, હૈદરાબાદ,એમ.જે. એજેયુકેશ્લ ટ્રસ્ટ, નડીયાદ,અને દારૃલ ઉલિમ, વડોદરાને કોન્સનટ્રેશન પુરા પાડવામાં આવ્યા હતા.

આ પ્રસંગે દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પોતાના બજેટમાંથી અલ અમીન હોસ્પિટલને રૃપિયા પચચીસ લાખ ફાળવવાની જાહેરાત કરી હતી. ઉપરાંત જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ રૃપિયા પચીસ લાખ અલ અમીન હોસ્પિટલને વિવિધ સાધનો-મશીનો ખરીદવા ફળવી દીધા હોવાનું કહ્યું હતું. અલ અમીન હોસ્પિટલના ટ્રસ્ટી ઇરફાન બાવા ચિશ્તી અને સુન્ની મુસ્લિમ વકફ કમિટીના ચેરમેન રિઝવાન કાદરીએ અમેરિકામાં રહેતા ગુજરાતી મુળના મુસ્લિમોએ આ કોન્સટ્રેશન અપાવવા કરેલી મહત્તવની કામગીરીને બિરદાવી હતી.

જમીઅત ઉલમા, ગુજરાતના જનરલ સેક્રેટરી પ્રોફેસર નિસાર અહેમદ અન્સારીએ જમીઅતની સંપૂર્ણ રીતે સજ્જ એક એમ્બ્યુલન્સ વાન અલ અમીન હોસ્પિટલને હવાલે કરવાની જાહેરાત કરી હતી જેને ખુબ બિરદાવવામાં આવી હતી. ગ્યસુદ્દીમ શેખે પોતાના ટુંકા કહ્યું હતું કે આ સંસ્થામાં કોઇપણ જાતનો ભેદભાવ રાખવામાં આવતો નથી. ઉલેલખનીય છે કે અગાઉ તેમણે સ્વામીનારાયણ મંદિરને રૃપિયા પચાસ લાખની ફાળવણી કરી હતી જેને પણ હાજરજનોએ ખુબ બિરદાવી હતી. આ પ્રસંગે અલ અમીન ટ્રસ્ટના પ્રમુખ ઇબ્રાહિમ ભાઇ રહેમાની, બહેરામપુરાના મ્યુ.કાઉન્સિલર તસ્નીમ આલમ તિરમીઝી, અલ અમીન ટ્રસ્ટના ડો. હારૃન મેમન,ટ્રેઝરર રેહાન શેખ, જમીઅત ઉલમાના મીડિયા કોઓર્ડિનેટર પત્રકાર હબીબ શેખ અને ખાસ રીતે ઉપસ્થિત રહેલા મુનિર સૈયદ વગેરેનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : ઈરફાન શેખ (પંચમહાલ)

IMG-20210520-WA0103-0.jpg IMG-20210520-WA0098-1.jpg

Irfan Shaikh

Irfan Shaikh

Right Click Disabled!