કોરોનાના કપરા સમયમાં જૂનાગઢ જિલ્લાનાં ખેડૂતોને રૂા.૧૬૭૨.૭૭ લાખની સાધન સહાય ચૂકવાઇ

કોરોનાના કપરા સમયમાં જૂનાગઢ જિલ્લાનાં ખેડૂતોને રૂા.૧૬૭૨.૭૭ લાખની સાધન સહાય ચૂકવાઇ
Spread the love

ટ્રેક્ટર ખરીદવા રૂા.૫૦૬ લાખ ગોડાઉન બનાવવા ૨૨૨ લાખ સહાય ચૂકવાઇ

ખેડુત અકસ્માત વિમા યોજના હેઠળ રૂ ૮૫ લાખ ચૂકવાયા

જૂનાગઢ : વિતેલુ વર્ષ કોરોના સંક્રમણના કારણે સૌ માટે કઠીન રહ્યું હતું. આ કઠીન સમયમાં જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને કુલ રૂા.૧૬૭૨.૭૭ લાખની સાધન સહાય ચૂકવવામાં આવી છે. જેમાં ટ્રેક્ટર ખરીદવા રૂા.૫૦૬ લાખ અને ગોડાઉન બનાવવા રૂા.૨૨૨ લાખની સહાય ચૂકવવામાં આવી છે. તેમજ ખેડૂત અકસ્માત વિમા યોજના હેઠળ રૂા.૮૫ લાખ ચૂકવાયા છે.

જૂનાગઢ જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ માં કૃષિ યાંત્રીકરણ સાધનો એમ.બી. પ્લાઉ, હેરો, રીપર, કલ્ટીવેટર, લેન્ડ લેવલર, પાવર થ્રેસર, પાવર ટીલર માટે રૂા.૨૧૧ લાખ, ઘાસચારા માટે રૂા.૭ લાખ પાઇપલાઇન, તાડપત્રી, પંપસેટ, દિવેલ ખોળ, લીંબોડી ખોળ અને ફિલ્ડ નિદર્શન માટે રૂા.૧૭૯.૫૧ લાખ સહાય ચૂકવવામાં આવી હોવાનું જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન દિનેશભાઇ ખટારીયાએ જણાવ્યું હતું.

શ્રીમતી ખટારીયાએ વધુમાં કહ્યું કે, જિલ્લામાં ગત વર્ષે સારો વરસાદ થતા ૨,૬૩,૦૬૫ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું. જ્યારે રવિ સીઝનમાં ૯૨૨૮૮ હેક્ટરમાં ઘઉં, ૮૫૦૦૩ હેક્ટર ચણા તથા ૩૯૪૩૪ હેક્ટરમાં ધાણા પાકનું વાવેતર થયું હતું. આ ખેડૂતોને કૃષિ યાંત્રીકરણ માટે સવલત આપવા રાજ્ય સરકાર દ્વારા જુદી જુદી યોજનાઓના માધ્યમથી સાધન સહાય આપવામાં આવે છે.

તમામ સાધન સહાય આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાથી ડ્રો સીસ્ટમથી આપવામાં આવે છે. ખેડૂતોને સાધન સહાયના નાણાં સીધા તેમના બેન્ક ખાતામાં સંપૂર્ણ પારદર્શક પધ્ધતીથી ખેતિવાડી શાખા દ્વારા ચૂકવવામાં આવે છે. કૃષિ યાંત્રીકરણ ઉપરાંત પંપસેટ ખરીદવા માઇક્રોન્યુટ્રીટસ જેવા ઘટકો માટે રૂા.૨૪.૩૪ લાખ કઠોળ પાકના વાવેતરને પ્રોત્સાહન આપવા રૂા.૪૪ લાખ નેશનલ મિશન ઓન ઓઇલ સીડ એન્ડ ઓઇલ પામ.માટે રૂા.૧૩૦ લાખ સહાય ચૂકવવામાં આવી હતી.

ખેડૂતોનો તૈયાર પાક સંગ્રહવા ફાર્મ સ્ટોરેજ માટે રૂા.૯૯.૬૦ લાખ, રાજ્ય ઓર્ગેનીક પોલીસી અંતર્ગત સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન આપવા રૂા.૮.૩૪ લાખ, સબ મીશન ઓન એગ્રીકલ્ચર મીકેનાઇઝેશન યોજના હેઠળ રૂા.૪૭ લાખ ઉપરાંત ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના તળે ખેડૂતોને રૂા.૮૫ લાખ સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવી હોવાનું શ્રીમતી ખટારીયાએ વધુમાં જણાવ્યું હતું.

રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ
મો.8488990300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!