હળવદ ખાતે આયોજિત સ્વૈચ્છીક રકતદાન કેમ્પ માં ૨૦૨ બ્લડ ની બોટલ એકત્ર કરવામાં આવી

હળવદ ખાતે આયોજિત સ્વૈચ્છીક રકતદાન કેમ્પ માં ૨૦૨ બ્લડ ની બોટલ એકત્ર કરવામાં આવી
Spread the love

હળવદ ખાતે આયોજિત સ્વૈચ્છીક રકતદાન કેમ્પ માં ૨૦૨ બ્લડ ની બોટલ એકત્ર કરવામાં આવી

પાટિયા ગ્રુપ દ્વારા અને વિશ્વ હિન્દુ પરિષદ / શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ તથા વિવિધ સામાજિક સંસ્થાઓ ના સહયોગ થી સ્વૈચ્છીક રકતદાન કેમ્પ નું સફળતા પૂર્વક આયોજન થયું

આજરોજ હળવદ મધ્યે આવેલ શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે પાટિયા ગ્રુપ દ્વારા અને વિશ્વ હિન્દુ પરિષદ / શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ અને વિવિધ સામાજિક સંસ્થાઓ ના સહકાર થી ભવ્ય સ્વૈચ્છિક રકતદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું કોરોના વૈશ્વિક મહામારી માં કોરોના પ્રતિરોધક વેકશીનેશન કાર્યક્રમ ચાલી રહ્યો છે વેકસીન લીધા પછી 15 દિવસ સુધી બ્લડ ડોનેટ નો કરી શકે ત્યારે બ્લડ બેંક માં બ્લડ ની અછત નો સર્જાઈ તેવા શુભ આશય થી આ સ્વૈચ્છીક રકતદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હળવદ સહિત આસપાસ ના વિસ્તાર ના ઉદાર હૃદય ના રક્તદાતાઓ એ સ્વૈચ્છીક રકતદાન થકી માનવતા ની મહેક પ્રસરાવી હતી આ રકતદાન કેમ્પ માં 25 મહિલાઓ એ રકતદાન કર્યું તથા 11 લોકો એ પ્રથમ વખત રકતદાન કર્યું હતું અને અલ્પેશ મારૂડાં એ સતત પાંચમી વખત સહજોડે રકતદાન કર્યું હતું અને 15 લોકો જે હળવદ તાલુકા બહાર થી રકતદાન કરવા માટે આવ્યા હતા એમ કુલ મળી ટોટલ ૨૦૨ બ્લડ ની બોટલ એકત્ર કરવામાં આવી હતી જેમાંથી ૧૨૦ બ્લડ ની બોટલ સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક અને 82 બોટલ ફિલ્ડમાર્શલ બ્લડ બેંક ખાતે લોહી ની જરૂર છે તેવા દર્દી નારાયણ ના ઉપયોગ માં લેવા માં આવશે આ કાર્યક્રમ માં પૂજ્ય સાધુ સંતો અને રાજકીય અને સામાજિક આગ્રણીયો ના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું આ કેમ્પ માં રકતદાન કરનાર તમામ રક્તદાતાઓ નું આકર્ષક ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ તકે આયોજકો એ આ કપરી પરિસ્થિતિ માં પરોપકાર ની ભાવના રાખી તમામ ઉદાર હૃદય ના રક્તદાતાઓ નો સહૃદય આભાર વ્યક્ત કર્યો હતો અને આ કાર્યક્રમ ને સફળ બનાવનાર તમામ નો સહ વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો આ તકે ઉલ્લેખનીય છે કે હળવદ શહેર માં છેલ્લા દોઢ વર્ષ માં આ છઠ્ઠી વખત સ્વૈચ્છીક રકતદાન કેમ્પ નું સફળ આયોજન વિવિધ સામાજિક રાજકીય સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું હતું જે ઐતિહાસિક છે અને હળવદ રકતદાન કરવામાં ગુજરાત ભર માં મોખરે છે તે વાત કહેવા માં કોઈ અતિ સંયોક્તિ નથી અને છોટાકાશી હળવદ એ રકતદાન કરવામાં પણ ગુજરાત ભર માં ડંકો વગાડ્યો છે

આ કાર્યક્રમ ને સફળ બનાવવા પાટિયા ગ્રુપ અને વિશ્વ હિન્દૂ પરિષદ / શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર ના સર્વે સભ્યો એ ભારે જહેમત ઉઠાવી હતી

રીપોર્ટ રમેશ ઠાકોર હળવદ

IMG-20210612-WA0192-1.jpg IMG-20210612-WA0195-2.jpg IMG-20210612-WA0196-0.jpg

Admin

Ramesh Tahkor

9909969099
Right Click Disabled!