વૃક્ષા ફાઉન્ડેશન અને આલ્ફા ફાઉન્ડેશન કડી દ્વારા પર્યાવરણ સેવાની નોંધપાત્ર કામગીરી

વૃક્ષા ફાઉન્ડેશન અને આલ્ફા ફાઉન્ડેશન કડી દ્વારા પર્યાવરણ સેવાની નોંધપાત્ર કામગીરી
Spread the love

વર્ષ 2019 થી પર્યાવરણ સેવામાં ઓતપ્રોત થનાર વૃક્ષા ફાઉન્ડેશન અને આલ્ફા ફાઉન્ડેશનની યુવા ટીમ દર જુલાઈ મહિનામાં વૃક્ષારોપણ કરવાની ઈચ્છા ધરાવનાર વ્યક્તિ ઓના ઘરે જઈ વિનામૂલ્યે રોપા અર્પણ કરી યોગ્ય જગ્યાએ વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ સેવાનું સર્વોત્તમ સેવા કાર્ય કરી રહ્યા છે. સાચા અર્થમાં વૃક્ષોનું મહત્વ સમજાવી અને તેનું યોગ્ય જતન કરવાનો સંદેશ આપનાર આ ટીમે અત્યાર સુધી વર્ષ 2019માં 1500, વર્ષ 2020 માં 2000 અને ચાલુ વર્ષે 2021 માં ફક્ત દસ દિવસના ટૂંકા સમયગાળામાં સમગ્ર ટીમ ના સહયોગથી 3500 વૃક્ષોનું સફળ વાવેતર કરી કડી શહેર અને કડી તાલુકાના વિવિધ ગામડાઓમાં પર્યાવરણ સેવાની સુંદર કામગીરી કરેલ છે.

તા-7-7-2021ને બુધવારના રોજ યુનિસેફ ઈન્ડિયાની ટીમ દ્વારા બંને સંસ્થાઓ ની સેવા કામગીરીના પ્રત્યક્ષ દર્શન કર્યા અને કડી ગાંધી સ્મારક પ્રાથમિક શાળા અને કાસ્વા પ્રાથમિક શાળા માં વૃક્ષારોપણ કર્યું. યુનિસેફ ઇન્ડિયાની ટીમ એ કડી અને આસપાસના વિસ્તારમાં આવેલ યોગ્ય જગ્યા માં વૃક્ષોનું વાવેતર કરવા બદલ સમગ્ર ટીમને ખુબ ધન્યવાદ પાઠવી આગળના ભવિષ્યમાં સાથે મળીને કાર્ય કરવાની ખાતરી આપી શુભેચ્છા પાઠવી હતી. આ બંને સંસ્થાઓની કામગીરી જોઈને પ્રેરણા લઈને કાણોદર (પાલનપુર)ના યુવાનોએ પણ 1000 વૃક્ષો વાવ્યા, એમને પણ શુભેચ્છા પાઠવી.

રિપોર્ટ – ધવલ ગજ્જર (કડી)

IMG-20210707-WA0012.jpg

Admin

Dhaval Gajjar

9909969099
Right Click Disabled!