રાજકોટ નાં છેવાડાનાં વિસ્તારનાં લોકોને આવક સહિત દાખલા મેળવવા પડતી મુશ્કેલી.

રાજકોટ નાં છેવાડાનાં વિસ્તારનાં લોકોને આવક સહિત દાખલા મેળવવા પડતી મુશ્કેલી.
Spread the love

રાજકોટ ના વોર્ડનં-૧૨ અને ૧૮ નાં છેવાડાનાં વિસ્તારનાં લોકોને આવક સહિત દાખલા મેળવવા પડતી મુશ્કેલી. વિપક્ષીનેતા ભાનુબેન સોરાણી

રાજકોટ માં મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા શ્રીમતી ભાનુબેન સોરાણી અને વોર્ડનં-૧૨ ના પૂર્વ કોર્પોરેટર શ્રીમતી ઉર્વશીબા કનકસિંહ જાડેજાએ રાજકોટ ના કલેક્ટરને રજૂઆતમાં જણાવ્યું છે કે રાજકોટ શહેરના વોર્ડનં-૧૨ અને વોર્ડનં-૧૮ માં વાવડી ગામ તળ, વિશ્વકર્મા સોસાયટી, આંગન સીટી, આંગન રેસીડેન્સી, શક્તિનગર, મહમદી બાગ, રસુલપરા વિસ્તાર, નુરાનીપરા, નારાયણનગર, સોલ્વન્ટ, હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર, સ્વાતી પાર્ક, કોઠારિયા ગામ, રણુજા, તિરુપતિ, પીરવાળી વિસ્તાર સહિતના વર્ષ ૨૦૧૪-૧૫ માં રાજકોટ શહેર મહાનગરપાલિકામાં નવા વિસ્તારો ભેળવેલા છે. આ વિસ્તારના હજ્જારો લોકોને મામલતદાર તરફથી કાઢી આપવામાં આવતા આવકના દાખલા, વિધવા પેન્શન, વડીલ વંદના કાર્ડ, નોન ક્રિમીનલ ના દાખલા, EWS સર્ટીફીકેટ, સહિતના દાખલા અને સરકારી કામકાજ માટે છે ક ૧૫ કિલોમીટર દુર રાજકોટ શહેરની મધ્યમાં આવેલ જૂની કલેકટર કચેરીમાં આવેલ રાજકોટ તાલુકા મામલતદારની કચેરીમાં દુર સુધી જવું પડે છે. રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા શ્રીમતી ભાનુબેન સોરાણી અને વોર્ડનં-૧૨ ના પૂર્વ કોર્પોરેટર શ્રીમતી ઉર્વશીબા કનકસિંહ જાડેજાએ વિનંતી સાથે રજૂઆત કરી છે.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!