વિસનગરમાં આખલાઓ પર એસિડ ફેંકાતા મોઢા અને શરીરના ભાગની ત્વચા બળી ગઈ

વિસનગરમાં આખલાઓ પર એસિડ ફેંકાતા મોઢા અને શરીરના ભાગની ત્વચા બળી ગઈ
Spread the love

વિસનગર શહેરમાં એક ક્રૂર ઘટના બની છે. જેમાં કાંસા એન.એ. વિસ્તારમાં ફરતા ત્રણ જેટલા આખલાઓ પર અજાણ્યા ઈસમો દ્વારા એસિડ ફેંકી માનવતાને લજવતું કામ કરવામાં આવ્યું છે. ત્રણ આખલા પર એસિડ ફેંકતા સ્થાનિક લોકોની મદદથી આકલાઓને સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા હતા.

વિસનગર તાલુકાના કાંસા એન.દ વિસ્તારમાંમાં ક્રૂરતા ભરેલી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં કાંસા વિસ્તારમાં ફરતા ત્રણ જેટલા આખલો પર એસિડ ફેંકવાની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર વિસ્તારમાં આક્રોસ ફેલાઈ ઉઠ્યો છે. ત્રણ આખલાના મોઢા અને શરીરના ભાગે એસિડ લાગવાથી ત્વચા બળીને ખાખ થઈ ગઇ હતી. વિસનગરના જીવદયા પ્રેમીઓએ પશુ ચિકિત્સકની મદદ લઈ સારવાર કરાવવામાં આવી હતી, ત્યારબાદ પશુઓની હાલત બગડતા તેમણે મહેસાણાના પાંચોટ મુકામે આવેલી ખાનગી જગ્યા પર સારવાર આપવામાં આવી રહી છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!