જામનગર શહેર-જિલ્લામાં જૂગાર દરોડામાં જુગાર રમતાં 37 શખ્સો ઝડપાયા

જામનગર શહેર-જિલ્લામાં જૂગાર દરોડામાં જુગાર રમતાં 37 શખ્સો ઝડપાયા
Spread the love

જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં જાહેરમાં કાટછાપનો જૂગાર રમતા આઠ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.12,401ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. જામનગર તાલુકાના સાપર ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા સાત મહિલા સહિત નવ શખ્સોને પોલીસે રેઇડ દરમિયાન રૂા.5,940ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામજોધપુરમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા પાંચ શખ્સોને પોલીસે રૂા.97,800ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.

જ્યારે બે શખ્સો નાશી ગયા હતાં. જામનગરના મોરકંડા રોડ પર આવેલા રાજ સોસાયટીમાં તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને રૂા.2700ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. જામનગર તાલુકાના સીક્કા ગામમાંથી જૂગાર રમતા છ શખ્સોને રૂા.3,090ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. જામજોધપુર તાલુકાના બુટાવદર ગામમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે તીનપતિ રમતા બે શખ્સોને રૂા.1,110ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના નવાગામ ઘેડમાં કાંતિભાઈના ભંગારના વાડા નજીક રૂપિયાનો સીક્કો ઉછાળી કાટછાપનો જૂગાર રમતા રવિ ઉર્ફે ડાગલો મગન ચૌહાણ, પ્રકાશગીરી જયંતીગીરી ગોસ્વામી, સુખદેવસિંહ રઘુવીરસિંહ જાડેજા, વિજય કિશોર વાઘેલા, દિપક દેવજી ચાવડા, રમેશ મગન મકવાણા, વિનુ પ્રાગજી મકવાણા અને યોગેશ કિશોર પરમાર નામના આઠ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.12401ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજા દરોડામાં જામનગર જિલ્લાના સાપર ગામના શંકરટેકરી વિસ્તારમાં તીનપતિનો જૂગાર રમતા સતાર હાજી સાટી, નાશરી અલારખા ઓઢા અને સાત મહિલા સહિત નવ શખ્સોને રેઈડ દરમિયાન પોલીસે રૂા.5940ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની તપાસ હાથ ધરી હતી.

ત્રીજા દરોડોમાં જામજોધપુર ગામમાં વોંકળાના કાંઠે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ગીરીશ રામજી ગોહેલ, દિલીપ ઉર્ફે ઉર્ફે દિલો રમણિક જાવિયા, કમલેશ ઓધળ જતાપરા, પરેશ લખમણ બારૈયા, સંજય બટુક મકવાણા નામના પાંચ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.4800ની રોકડ રકમ અને ત્રણ હજારની કિંમતના ત્રણ નંગ મોબાઇલ તથા રૂા.90 હજારની કિંમતની ચાર બાઈક મળી કુલ રૂા.97,800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો તેમજ નાશી ગયેલા વજુ કોળી અને આનંદ ગઢવી નામના બે શખ્સોની શોધખોળ આરંભી સાત શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ચોથા દરોડામાં જામનગર શહેરના મોરકંડા રોડ પર આવેલી રાજ સોસાયટીમાં તીનપતિનો જૂગાર રમાતા સ્થળે પોલીસે રેઈડ દરમિયાન તૈયબ હાસમ ચૌહાણ, મોઈનુદ્દીન સુલેમાન દલ, આસીફ યુસુફ ખેરાણી, જાવીદ અલીમામદ ખફી, અબાઅલી અબ્દુલરજાક હદરમી, રજાક સીદીક શેખ નામના છ શખ્સોને રૂા.2700ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. પાંચમા દરોડામાં જામનગર તાલુકાના સીક્કા ગામમાં જાહેરમાં પાસાની કુકરી વડે જૂગાર રમાતા સ્થળે પોલીસે રેઈડ દરમિયાન અબ્દુલ ઉર્ફે ગફાર તાલબ હુંદડા, અજીજ સુલેમાન ભટી, હસન સુલેમાન સંઘાર, લતિફ સુલેમાન હૂંદડા, ફીરોજ ઓસમાણ સંઘાર, ઓસમાણ જુસબ ભટ્ટી અને અબ્દુલ આદમ ભટ્ટી નામના સાત શખ્સોને રૂા.3090ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.

છઠ્ઠા દરોડામાં જામજોધપુર તાલુકાના બુટાવદર ગામમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે તીનપતિનો જૂગાર રમતા નરેશ જેઠા મકવાણા અને કપિલ કારા મકવાણા નામના બે શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.1110ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ નાશી ગયેલા જગદીશ પરબત સોલંકી, સુરેશ મેઘજી મકવાણા અને વિશાલ સોમા મકવાણા નામના ત્રણ શખ્સોની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.

– રોહિત મેરાણી (જામનગર)

images-3.jpeg

Admin

Rohit Merani

9909969099
Right Click Disabled!