સમગ્ર વિશ્‍વના જિજ્ઞાસુઓ માટે 11 ભાષાઓમાં ‘ઑનલાઈન ગુરુપૂર્ણિમા મહોત્‍સવ’ ઉત્‍સાહભેર સંપન્‍ન !

સમગ્ર વિશ્‍વના જિજ્ઞાસુઓ માટે 11 ભાષાઓમાં ‘ઑનલાઈન ગુરુપૂર્ણિમા મહોત્‍સવ’ ઉત્‍સાહભેર  સંપન્‍ન !
Spread the love

આપત્‍કાળમાં જીવિત રહેવા માટે તોયે સાધના કરો ! – શ્રી. વૈભવ આફળે

*કર્ણાવતી* – અડચણ સમયે ઉપયોગી પડે તે માટે આપણે અધિકોષ (બેંક)માં પૈસા મૂકીએ છીએ. તેવી જ રીતે સંકટકાળમાં સહાયતા થાય, એ માટે સાધનાની થાપણ આપણા સંગ્રહકોષમાં હોવી આવશ્‍યક છે. તેને કારણે સંકટસમયે આપણને સહાયતા થશે. ભગવાન શ્રીકૃષ્‍ણએ ‘ન મે ભક્તઃ પ્રણશ્‍યતિ’, અર્થાત્ ‘મારા ભક્તનો કદીપણ નાશ થશે નહીં’, એવું વચન ભક્તોને આપ્‍યું છે. તેથી આપણે સાધના વૃદ્ધિંગત કરીને જ ભગવાનના ભક્ત બનવું જોઈએ. આ પહેલાં આનંદપ્રાપ્‍તિ માટે સાધના કરો, એવું અમે કહેતા હતા; પણ આવનારો આપત્‍કાળ એટલો ભીષણ હશે કે, હવે જીવિત રહેવા માટે સાધના કરો, એવો સમય પાકી ગયો છે, એવું પ્રતિપાદન હિંદુ જનજાગૃતિ સમિતિના સમન્વયક શ્રી. વૈભવ આફળેજીએ કર્યું. તેઓ સનાતન સંસ્‍થા અને હિંદુ જનજાગૃતિ સમિતિના સંયુક્ત વિદ્યમાનથી આયોજિત ‘ઑનલાઈન ગુરુપૂર્ણિમા મહોત્‍સવ’માં માર્ગદર્શન કરી રહ્યા હતા. તેમણે ઉમેર્યું કે, સાધના વિશે સનાતન સંસ્‍થા વતી સાપ્‍તાહિક ‘ઑનલાઈન સાધના સત્‍સંગ’ લેવામાં આવે છે. તે સત્‍સંગોનો જિજ્ઞાસુઓએ અવશ્‍ય લાભ લેવો.

આ વર્ષે 11 ભાષાઓમાં ‘ઑનલાઈન’ ગુરુપૂર્ણિમા મહોત્‍સવ સંપન્‍ન થયો. આ મહોત્‍સવનો પ્રારંભ શ્રી વ્‍યાસપૂજન અને શ્રી ગુરુપૂજન દ્વારા થયો. આ સમયે સનાતન સંસ્‍થાના સંસ્‍થાપક પરાત્‍પર ગુરુ (ડૉ.) જયંત આઠવલેજીએ ગુરુપૂર્ણિમા નિમિત્તે આપેલા સંદેશનું વાચન કરવામાં આવ્‍યું. તેમજ પરાત્‍પર ગુરુ (ડૉ.) આઠવલેજીએ આ પહેલાં કરેલા માર્ગદર્શનની સંગ્રહિત ધ્‍વનિચિત્રફીત અને ‘આપત્‍કાળની દૃષ્‍ટિએ કરવાની સિદ્ધતા’ આ વિષય પરની ધ્‍વનિચિત્રફીત પણ બતાવવામાં આવી. સ્‍વસંરક્ષણ પ્રશિક્ષણની આવશ્‍યકતા વિશદ કરનારા પ્રાત્‍યક્ષિકો (બચાવ અને આક્રમણ) આ મહોત્‍સવનું આકર્ષણ પુરવાર થયા. સનાતન સંસ્‍થાના સંકેતસ્‍થળ, તેમજ ‘હિંદુજાગૃતિ’ આ સંકેતસ્‍થળ અને યુ-ટ્યૂબ ચેનલ દ્વારા આ કાર્યક્રમનો લાભ 90,000 જિજ્ઞાસુઓ અને સાધકોએ લીધો.

શ્રી. વૈભવ આફળેજીએ આગળ કહ્યું કે, વર્તમાનમાં ભારત સાથે જ સંપૂર્ણ પૃથ્‍વી સંકટકાળમાંથી પસાર થઈ રહી છે. આ સમગ્ર વર્ષ દરમ્‍યાન પૂરસ્‍થિતિ, રમખાણો, મહામારી, આર્થિક ભીંસ ઇત્‍યાદિ સંકટોનાં પરિણામ દેશને ભોગવવા પડ્યા છે. વર્ષ 2020 થી 2023 આ કાળ ભારત માટે નહીં, જ્‍યારે સંપૂર્ણ જગત્ માટે આપદાઓનો કાળ હશે. આ કાળમાં આર્થિક મંદી, ગૃહયુદ્ધ, સીમાપાર યુદ્ધ, ત્રીજું મહાયુદ્ધ અને નૈસર્ગિક આપત્તિઓનો સામનો સામાન્‍ય જનતાએ કરવો પડશે. આવા આપત્‍કાળમાં જીવિત રહેવું અને સુસહ્ય જીવન વ્‍યતિત કરવું, આ એક પડકાર પુરવાર થવાનો છે. આપત્‍કાળની દૃષ્‍ટિએ સ્‍વસંરક્ષણ, પ્રથમોપચાર, અગ્‍નિશમન પ્રશિક્ષણ, જલતરણ, વાહન ચલાવવા જેવી વિવિધ પ્રકારની વિદ્યાઓ શીખવા માટે પ્રધાનતા આપવી જોઈએ.

સનાતન સંસ્‍થાના ગ્રંથ હવે ‘ઈ-બુક’ સ્‍વરૂપમાં ‘એમેઝોન કિંડલ’ પર ઉપલબ્‍ધ થયા છે. આમાંથી ‘त्‍योहार मनाने की उचित पद्धतियां एवं अध्‍यात्‍मशास्‍त्र’ આ હિંદી ભાષામાં પ્રથમ ‘ઈ-બુક’નું લોકાર્પણ ‘સનાતન પ્રભાત’ નિયતકાલિક સમૂહના માજી સમૂહ-સંપાદક પૂ. પૃથ્‍વીરાજ હજારેના શુભહસ્‍તે કરવામાં આવ્‍યું. આ સાથે જ હિંદી, અંગ્રેજી અને કન્‍નડ આ ભાષાઓમાંના અન્‍ય 8 ગ્રંથોનું પણ લોકાર્પણ આ મહોત્‍સવમાં કરવામાં આવ્‍યું.

આપનો નમ્ર,
શ્રી સુહાસ ગરુડ,
*સનાતન સંસ્‍થા, ગુજરાત,*
*(સંપર્ક ક્રમાંક : 9726644385)*

*Photo Caption* :

1. શ્રી. વૈભવ આફળે, સમન્વયક, હિંદુ જનજાગૃતિ સમિતિ (Photo name : Vaibhav Aaphale_HJS)
2. ગુરુ પૂજન ( Photo name : Guru_Pujan)
3. આત્મરક્ષણ પ્રદર્શન (Photo name : Prashikshan photo_1)

Advertisement
Right Click Disabled!