હળવદ શહેર ભાજપ દ્વારા ગુરુપૂર્ણિમા મહાપર્વની ઉજવણી કરવામાં આવી

હળવદ શહેર ભાજપ દ્વારા ગુરુપૂર્ણિમા મહાપર્વની ઉજવણી કરવામાં આવી
Spread the love
  • હળવદના વિવિધ ધર્મસ્થાનો એ જઈને ગુરુજનોનું પૂજન કરવામાં આવ્યું

હળવદ શહેર ભાજપ દ્વારા ગુરુપૂર્ણિમા મહાપર્વની ઉજવણીના ભાગ રૂપે હળવદના વિવિધ ધાર્મિક સ્થળો એ જઈને ગુરુજનો નું ગુરુપૂજન કરી અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને વિશ્વનું કલ્યાણ થાય તે માટે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા ત્યારે છોટાકાશી તરીકે જગવિખ્યાત હળવદ માં આવેલ શ્રી કંસારિયા હનુમાનજી મંદિર, ગ્રામ્ય દેવતા એવા શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, શ્રી મકાસરી હનુમાનજી મંદિર, શ્રી રાતકડી હનુમાનજી મંદિર, શ્રી બાપા સીતારામ મઢુલી, શ્રી સ્વામિનારાયણ મંદિર સહિત ધર્મસ્થાનોએ જઈને ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનોએ ગુરુજનોનું પૂજન કરી અને વિશ્વના કલ્યાણ અર્થે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

જેમાં ધારાસભ્ય શ્રી પરસોતમભાઈ સાબરીયા , મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રણછોડભાઈ દલવાડી , હળવદ શહેર ભાજપ પ્રમુખ કેતનભાઈ દવે, મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે, મેહુલ પટેલ, રવિ પટેલ, અશોક પ્રજાપતિ હળવદ તાલુકા પંચાયતના સદસ્ય રમેશભાઈ ઝિંઝુવાડીયા હળવદ નગરપાલિકાના પ્રમુખ રમેશભાઈ પટેલ રવજીભાઈ પરમાર મનસુખભાઈ ઠાકોર સહિત કાર્યકરો અને અગ્રણીઓ આ કાર્યક્રમ માં જોડાયા હતા.

રિપોર્ટ : રમેશ ઠાકોર (હળવદ)

IMG-20210724-WA0123-0.jpg IMG-20210724-WA0120-1.jpg IMG-20210724-WA0081-2.jpg

Advertisement
Right Click Disabled!