સુરતમાં ‘D’ કંપનીનાં નામે કુરિયરમાં આવી પિસ્તોલ અને ચિઠ્ઠી : ત્રણ કરોડની ખંડણીની માંગણી

સુરતમાં ‘D’ કંપનીનાં નામે કુરિયરમાં આવી પિસ્તોલ અને ચિઠ્ઠી : ત્રણ કરોડની ખંડણીની માંગણી
Spread the love

સુરતની શિવ શકિત ટેક્સટાઇલ માર્કેટના વેપારીને દુકાનમાં કામ કરતા 21 વર્ષના લબર મુછિયા કારીગર ‘ડી કંપની’ના નામે ખંડણી માટે ચિઠ્ઠી મોકલી, સુરત પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી સાગર અને તેના 21 વર્ષના મિત્ર કિરણ તેમજ પાર્સલ પહોંચાડનાર 16 વર્ષના સગીરને ઝડપી પાડ્યા.

સુરતમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. વેપારી પાસેથી ‘ડી કંપની’ના નામે જાનથી મારી નાખવાની ધમકી આપી રૂપિયા બે કરોડની ખંડણી માંગવામાં આવી હતી. જેમાં ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં એક વેપારીને પિસ્તોલ અને કાર્ટિઝ ભરેલું પાર્સલ આપી કરોડોની ખંડણી માંગવામાં આવતા પોલીસ દોડતી થઇ ગઈ હતી. ગુરુવારે બપોરે 1 વાગ્યે વેપારી પાસે એક સગીર આવ્યો હતો અને પાર્સલ આપી ચાલ્યો ગયો હતો.

આ પાર્સલમાં પિસ્તોલ, ચાર કાર્ટિઝ અને ખંડણી માંગતી ચિઠ્ઠી નીકળતા સમગ્ર શહેરની પોલીસ દોડતી થઈ ગઈ હતી. ઘટના બાદ પોલીસે તરફથી સમગ્ર મામલે કુરિયર ક્યાંથી આવ્યું ? કોના દ્વારા મોકલવામાં આવ્યું ? તે અંગે તપાસ શરુ કરી દેવામાં આવી હતી. જો કે પાર્સલ આપવા આવેલો ૧૬ વર્ષનો સગીર સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.જેને આધારે 24 કલાકમાં જ રૂપિયા 3 કરોડની ખંડણી માંગનારા 21 વર્ષના બે લબર મુછિયા આરોપીઓ અને પાર્સલ પહોંચાડનાર 16 વર્ષના સગીરને ઝડપી પાડવામાં આવ્યાં હતાં.

રીપોટ : સુનિલ ગાંજાવાલા (સુરત)

IMG_20210724_154950.jpg

Admin

Sunil Ganjawala

9909969099
Right Click Disabled!