જન સંઘર્ષ વિરાટ પાર્ટી દ્વારા ભારત જોડો અભિયાન હેઠળ પહેલ

જન સંઘર્ષ વિરાટ પાર્ટી દ્વારા ભારત જોડો અભિયાન હેઠળ પહેલ
Spread the love

ભારત જોડો અભિયાન હેઠળ આજ રોજ વટવા ખાતે સર્વ ધર્મ ના નવયુવાનો ને એક જ થાળી માં સાથે જમીને સર્વ નવયુવાનો ને એકતા નો સંદેશો આપવામાં આવ્યો. યુવાનો એ એક બીજા ને ખવડાવી સાથે જમણવાર કરી સમાજને ધર્મ ને એક થવા આવાહન કર્યું. રાજકીય અને સામાજિક ભેદભાવ ઉભો કરી સમાજ અને ધર્મ ના રાજકારણ નો અંત લાવવા જન સંઘર્ષ વિરાટ પાર્ટી આ કાર્યક્રમ નું આયોજન કર્યું હતું.

આ વિષય અમારી સાથે વાત કરતા પાર્ટીના યુવા નેતા અર્જુન મિશ્રા એ જણાવ્યું કે આજની તિથિ પર દેશમાં ભારત છોડો આંદોલન નું આવાહન કરવામાં આવ્યું હતું અને આજે જયારે દેશ આઝાદ થઇ ગયો હોય ત્યારે એ ક્રાંતિવીરો જે દેશ હિત માટે શહીદ થઇ ગયા એમને અખંડ ભારત બનાવવા અને સર્વ ધર્મ સમભાવની નીતિથી વિકસિત ભારત વિશે વિચાર્યું હતું. જયારે એનાથી વિપરીત આજે રાજનૈતિક લાભ માટે સમાજથી લઈને ધર્મ સુધી લોકો અલગ અલગ માનસિકતા ના ચંગુલ માં આવી ગયા છે. આજે સમય છે કે દેશના નવયુવાનો કંઈક કરી દેશમાં એકતાનો સંદેશ આપે જેથી આજે સમગ્ર દેશ માં જન સંઘર્ષ વિરાટ પાર્ટી દ્વારા ભારર જોડો
અભિયાન હેઠળ સર્વ સમાજ અને સર્વ ધર્મના યુવાનો એક જ પાત્રમાં સાથે જમીને દેશને સમાજ સમરસતા નું ખુબજ સરસ ઉદાહરણ આપ્યું છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!