એક એવું ગામ જે કોરોનાની ત્રીજી લહેર ને આપશે ફાઇટ, કોરોના થી બચવા સ્વયં જાગૃતિ દાખવી રહ્યું છે

એક એવું ગામ જે કોરોનાની ત્રીજી લહેર ને આપશે ફાઇટ, કોરોના થી બચવા સ્વયં જાગૃતિ દાખવી રહ્યું છે
Spread the love
  • યુવાનોએ ૧૦૦ટકા રસીકરણનું બીડું ઝડપ્યું

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના સારોલી ગામના યુવાનોએ સ્વયં જાગૃતિ દાખવીને ગ્રામજનોનું કોવિડ.૧૯નું ૧૦૦ ટકા રસીકરણ થાય એ માટે બીડું ઝડપ્યું છે,જ્યાં સુધી આ લક્ષાંક હાંસલ ન થાય ત્યાં સુધી રોજબરોજ રસીકરણ કેમ્પ યોજવાનું સુનિશ્ચિત કર્યું છે. મહામારી સામે ગ્રામજનો સુરક્ષિત રહે એ માટેની ચિતા કરીને યુવાનોએ ગામલોકોને સમજાવી રસી લેવા પ્રેરિત કરી રહ્યા છે. સંગઠન એકતા પ્રમુખ હર્ષદકુમાર ભુધરા અને રાજુભાઇ ખરાડી સહિતના યુવાનોએ આગેવાની લઈ કોરોનાની ત્રીજી લહેર લડત આપવાનું આ બીડું પોતાના સારોલી ગામમાંથી શરૂ કર્યું છે.

જનજાગૃતિને લઈ કોરોનાની રસી લેવા માટે પડાપડી થઈ રહી ગામની તમામ ૩૨૦૦ની વસતીને આવરી લઈ આ ઝુંબેશ ચાલી રહી છે. પત્રકાર સાથી મિત્રો વિમલ ખરાડી,ભરત મોડિયા, લલીત ડામોર, બીપીનભાઈ નગારજી રસિક કટારા,રાહુલ શાહએ પ્રયાસો કરી લોકોને રસી લેવા સમજાવી સારોલી ગામા કોવિડ 19 નું બીજુ સેન્ટર પણ શુરું કર્યું છે જે જ્યાં સુધી સારોલી ગામમાં 100 ટકા વેકસીન પૂર્ણ ના થાય ત્યાં સુધી કાર્યરત રહેશે.ગામના સરપંચ દ્વારા અને શાળાના આચાર્ય શ્રેણિક કે.શાહ દ્વારા ખુબજ સહયોગ મળી રહ્યો છે.

જ્યારે તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.એસ.એમ.ચૌહાણે અને પ્રાથમિક આરોગ્ય કેંદ્ર કોડિયાવાડા ના મેડિકલ ઓફિસર ર્ડા. અજય પાંડોર સાહેબ નેપણ પૂરો સહકાર આપી સારોલીમાં વેકસીનના આજે 2 સેન્ટર કાર્યરત કર્યા છે.અમારું ગામ, સારોલી ગામ ,અમારું ગામ સુરક્ષિત અમારું સારોલી ગામ ,આપશે કોરોન ની ત્રીજી લહેર ને આપશે ફાઇટ,અમારું ગામ,100 ટકા રસી લેવાનું ઝૂબેશ,અમે વેકસીન લેશું અને લોકોને પણ વેકસીન લેવાનો સંદેશો પોહચાડમાં આવશે તેવા મશીન સાથે જાગ્રુતિ લાવવા યુવાનો મેદાને…

રિપોર્ટ : કિરણ ખાંટ (વિજયનગર)

IMG-20210813-WA0068-1.jpg IMG-20210813-WA0072-2.jpg IMG-20210813-WA0065-0.jpg

Admin

Kiran Khant

9909969099
Right Click Disabled!