એસ.એમ. મહેતા આર્ટસ કોમર્સ કોલેજ હિંમતનગર ખાતે હિન્દી ઉત્સવ ઉજવાયો

એસ.એમ. મહેતા આર્ટસ કોમર્સ કોલેજ હિંમતનગર ખાતે હિન્દી ઉત્સવ ઉજવાયો
Spread the love
  • આઝાદી સંગ્રામમાં સાહિત્ય અને પત્રકારત્વએ જન જાગૃતિમાં પ્રાણ પૂર્યા હતા… – પદ્મશ્રી ડો. વિષ્ણુભાઇ પંડ્યા

ગુજરાત હિન્દી સાહિત્ય અકાદમી ગાંધીનગર તેમજ શ્રી નિમ્બાર્ક શોધ સંસ્થા હિંમતનગર દ્વારા હિન્દી દિવસ નિમિત્તે હિન્દી ઉત્સવ પદ્મશ્રી શ્રી વિષ્ણુભાઇ પંડ્યા ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરની અધ્યક્ષતામાં ઉજવાયો હતો. ભારતની આઝાદીના અમૃત મહોત્સવ વર્ષમાં હિન્દી ઉત્સવની ઉજવણી ધૂમધામથી કરવામાં આવી. જેમાં આપણી રાષ્ટ્રભાષા હિન્દી, હિન્દી સાહિત્ય અને પત્રકારત્વ દ્રારા દેશની આઝાદી સંગ્રામમાં ભજવવામાં આવેલ જનજાગૃતિ અંગે વક્તાઓ દ્વારા વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સમારંભના અધ્યક્ષશ્રી પદ્મશ્રી ડો.વિષ્ણુભાઈ પંડ્યા દ્વારા હિન્દી દિવસ પર યુવાનોને પ્રેરક માર્ગદર્શન કરતા જણાવ્યું હતું કે, ૧૪ સપ્ટેમ્બર ૧૯૪૯ના દિવસે જ્યારે આપણું બંધારણ અમલમાં આવ્યું ત્યારે હિન્દીને રાષ્ટ્રભાષા તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો હતો. પોતાની માતૃભાષા ગુજરાતી સાથે હિન્દી આપણી રાષ્ટ્રભાષા તરીકે ભારતની એકતા અખંડિતતા મજબૂત કરવી એ આજની તાતી જરૂરિયાત છે. ગાંધીજી, સરદાર જેવા મહાન નેતાઓ હિન્દી દ્વારા દેશને એક કર્યો હતો. આજે આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી હિન્દી ભાષા દ્વારા સમગ્ર દેશમાં અને વિશ્વમાં એક અલગ ઓળખ ઉભી કરી છે.

સ્વાતંત્ર સંગ્રામમાં પત્રકારત્વ અને સાહિત્યના સુભગસમન્વય દ્રારા મહત્વનો અને ઉત્કૃષ્ટ રહ્યો હતો. આઝાદીના સમયમાં જ્યારે સોશિયલ મીડિયા ન હતુ ત્યારે પત્રિકાઓ અને સમાચાર પત્રો દ્વારા આપણા ક્રાંતિકારી પત્રકારો યુવાનોને જાગૃત કરી રાષ્ટ્ર ભાવનાને જોડવાનું કામ કર્યું હતું. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સમાચાર પત્રનું સંપાદન કર્યું હતું તેમજ ભારતમાં આવ્યા પછી પણ તેમણે હરિજન બંધુ, નવજીવન જેવા પત્રો દ્રારા લોક્માનસને ઘડવાનું કામ કર્યું છે.આ પ્રસંગે તેમણે આપણા મહાન ક્રાંતિકારી સપૂતો શ્યામજી કૃષ્ણ વર્મા, છગન ખેરાજ વર્મા, મેડમ કામા, સરદાર ભગતસિંહ, રાજગુરૂ, સુખદેવ જેવા ૬ લાખથી વધુ નામી અનામી વીરોએ દેશની આઝાદીમાં પોતાના પ્રાણોની આહુતી આપી શહિદી વ્હોરી તેમને નમન કરી ભાવાંજલી આપી હતી.

શ્રી અરવિંદકુમાર બી.મછાર નાયબ માહિતી નિયામક હિંમતનગરે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત જણાવ્યું હતું કે ભારતની આઝાદીમાં આપણા જિલ્લામાં પાલ દઢવાવમાં પણ જલીયાવાલા બાગની જેમ આદીવાસી વીરોએ શહાદત વ્હોરી હતી.ત્યાં આજે વીરાંજલી વન અને મોતીલાલ તેજાવતની પ્રતિમા મુકી આદીવાસીઓના બલિદાનને ઉજાગર કર્યું છે. આ પ્રસંગે નરેશભાઇ લીંબચિયા દ્રારા પોલો ફોરેસ્ટ મંદિરોનું ચિત્ર પ્રદશન યોજાયુ તેમજ ડો. વિનોદ બબ્બર લીખિત રાષ્ટ્ર દેવતા કે અનન્ય સાધક પંડિત દીન દયાલ ઉપાધ્યાય, ઉજાસ કી તલાશ મે અને કનુભાઇ પટેલ લિખીત સરે રાહ ચલતે ચલતે હિંન્દી પુસ્તકોનુ વિમોચન કરવામાં આવ્યું હતું.

આ સમારોહમાં ડો. જયેન્દ્રસિંહ જાદવ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને વિશેષ વક્તા ડો. વિનોદ બબ્બર (વરિષ્ઠ પત્રકાર, સાહિત્યકાર) નવી દિલ્હીએ પ્રસંગોચીત પ્રવચન કર્યું હતું. ડો. બળભદ્ર રાઠોડ અધ્યક્ષ અ. ભા. સાહિત્ય પરિષદ ન્યાસ સાબરકાંઠા, ડૉ. ગૌરાંગ શરણ દેવાચાર્ય (બિંદુમાધવ) નિર્દેશક નિમ્બાર્ક શોધ સંસ્થા હિંમતનગર, કોલેજના આચાર્ય શ્રી સોલંકી, ડો.પ્રેમજીભાઇ પટેલ તેમજ કોલેજના અધ્યાપકો અને વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ડો. વિષ્ણુભાઇ પંડ્યાને જન્મદિનની શુભકામના પાઠવી સ્મૃતિ ચિન્હ અર્પણ કરી સન્માનિત કર્યા હતા.

રિપોર્ટ : ધીરુભાઈ ખેડબ્રહ્મા

👇🏼

YouTube ચેનલના માધ્યમથી ભદ્ર સમાજમાં બનતી તમામ ઘટનાઓ, પ્રસંગોને સૌથી પહેલાં આપના સુધી પહોંચાડવા માંગીએ છીએ. જેથી કોઈપણ સમાચાર તાત્કાલિક અસરથી આપ જાણી શકો તે માટે આજે જ ગાંધીનગરથી પ્રસિદ્ધ થતાં લોકાર્પણ દૈનિક અખબારની YouTube ચેનલને નીચે આપેલી લીંક દ્વારા SUBSCRIBE 👆🏽 અને Like 👍🏽 અને 🔔 બેલ આઈકોનમાં જઈને All કરવા અનુરોધ છે.

👇🏼
https://www.youtube.com/channel/UCwyrALFi5uFObB_lYbPQhRg/featured

☎️ 📡
લોકાર્પણ YouTube ચેનલમાં જોડાવા
તથા એજન્સી માટે આજે જ સંપર્ક કરો:
ભરતસિંહ રાઠોડ (મો) +91 95744 73777

લોકાર્પણ YouTube ચેનલમાં આપના
સમાચાર-વિડીયો મોકલવા માટે સંપર્ક કરો:

ચિંતનકુમાર શાહ (મો) +91 84011 11947

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!