હળવદમા વરસાદી પાણી અને દવા છંટકાવ વિવિધ પ્રશ્નાેને લઈને આવેદનપત્ર આપ્યું

હળવદમા વરસાદી પાણી અને દવા છંટકાવ વિવિધ પ્રશ્નાેને લઈને આવેદનપત્ર આપ્યું
Spread the love
  • મચ્છરનો ઉપદ્રવ અટકાવવા, મચ્છરજન્ય જીવલેણ રોગો ને અટકાવવા , અને રોડ રસ્તાનુ રીપેરીંગ કામની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરેલ હતી

હળવદ શહેર અને આસપાસના ગામોમાં વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં હતા જ્યાં ત્યાં ગંદા પાણીના ખાબોચિયાં ભરાયાં છે અને રોડ રસ્તા બિસ્માર હાલતમાં આમ આદમી પાર્ટી દ્વારા હળવદ નગરપાલિકા પ્રમુખને વિવિધ પ્રશ્નોના મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ગંદાં પાણીનાે નિકાલ અને રસ્તાનુ રીપેરીંગ કામ કરવામા આવે તેવી માંગ કરેલ.

હળવદ શહેરની અંદર અને આસપાસના સમગ્ર પંથકમા ખુબ વરસાદ પડીયો છે, અને હળવદ શહેરમાં અનેક જગ્યાએ વરસાદી પાણી પણ ભરાયા છે અને વરસાદી પાણીના ખાબોચિયાં ભરાયાં છે ત્યારે મચ્છરનો પણ ખુબ મોટા પ્રમાણમાં ઉપદ્રવ વધિયો છે, તેથી મચ્છરજન્ય રોગોનો પણ રાફડો ફાટિયો છે હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે જાય છે ત્યારે તંત્ર દ્વારા વરસાદી પાણીનો યોગ્ય નીકલ કરવામા આવે અને હળવદ શહેરના દરેક વિસ્તારમાં દવાના છંટકાવ કરવામા આવે જેથી કરીને વધતા જતા મચ્છરના ઉપદ્રવને અટકાવી શકાય તેમજ હળવદ શહેરના મુખ્ય માર્ગો અને નાના વિસ્તાર ના માર્ગો પણ વરસાદી પાણી થી ધોવાય ગયા છે અને ત્યાંથી ચાલતા લોકોને મુશ્કેલીની સામનો કરવો પડી રહ્યો છે અને અકસ્માતનો ભય બની રહે છે તો હળવદ શહેરના રોડ રસ્તાઓ પણ રીપેરીંગની કરવા મા કે ખાડાનુ બુરાણ‌સહિતના વિવિધ પ્રશ્નોની મામલે ‌ પાલિકા પ્રમુખને આવેદનપત્ર આપ્યું…

રિપોર્ટ રમેશ ઠાકોર (હળવદ)

IMG-20210920-WA0150.jpg

Admin

Ramesh Tahkor

9909969099
Right Click Disabled!