અમરેલી જિલ્લામાં કોરોના પ્રતિરોધક રસીકરણનો આંકડો ૬૬ ટકાને પાર

અમરેલી જિલ્લામાં કોરોના પ્રતિરોધક રસીકરણનો આંકડો ૬૬ ટકાને પાર
Spread the love

અમરેલી જિલ્લામાં કોરોના પ્રતિરોધક રસીકરણનો આંકડો ૬૬ ટકાને પાર

અત્યાર સુધીમાં ૮.૧૯ લાખ લોકોને રસીનો પ્રથમ ડોઝ તથા ૩.૧૬ લાખ લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો

અમરેલી જિલ્લા વહિવટી તંત્રના નિષ્ઠાપૂર્ણ પ્રયાસો અને લોકજાગૃતિના પરિણામે કોરોના પ્રતિરોધક રસીકરણ ઝુંબેશ વેગવાન બની છે. જિલ્લામાં નોંધાયેલા ૧૨,૩૩,૧૦૪ પૈકી ૮,૧૯,૮૯૧ લોકોને પ્રથમ ડોઝના રસીકરણ સાથે ૬૬ ટકાથી પણ વધુ રસીકરણની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જ્યારે ૮,૧૯,૮૯૧ પૈકી ૩,૧૬,૧૪૯ લોકોને બીજા ડોઝના રસીકરણ સાથે ૩૮ ટકાથી પણ વધુ રસીકરણની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.

કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા રસીકરણના મહત્વ અંગે જાગૃતિ કેળવાઈ છે. છેલ્લા છ માસ જેટલા સમયગાળાથી ચાલી રહેલા રસીકરણ કાર્યક્રમ અને રાજ્ય સરકાર તથા વહિવટી તંત્ર દ્વારા રસીકરણ માટે ચલાવવામાં આવેલી ઝુંબેશને હકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. સાથે સાથે ચાલી રહેલા રસીકરણના મહત્વ અંગે પણ નાગરિકો જાગૃત થતાં રસીકરણનું પ્રમાણ વધ્યું છે.

જિલ્લામાં રસીકરણના આંકડાઓ પર નજર કરીએ તો, તા.૨૧ સપ્ટેમ્બરના અહેવાલ મુજબ જિલ્લાના કુલ ૮૪૪૪ પૈકી ૮૧૧૯ આરોગ્યકર્મીઓને પહેલો ડોઝ અને ૭૪૫૬ ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. તેવીજ રીતે ૧૩૧૯૩ પૈકી ૧૨૫૬૦ ફ્રન્ટ લાઈન વર્કરોને પહેલો ડોઝ અને ૧૦૦૬૧ ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ૧૮ વર્ષથી ૪૪ વર્ષના વયજૂથના ૭.૬૧ લાખ પાકી ૪.૫૬ લાખને પહેલો ડોઝ અને ૭૯૧૯૫ ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ૪૪ વર્ષથી વધુ ઉંમરના ૪.૭૧ લાખ લોકો પૈકી ૩.૩૬ લાખ લોકોને પહેલો ડોઝ અને ૨.૩૬ લાખ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

IMG_20210923_074645.jpg

Admin

Nilesh Parmar

9909969099
Right Click Disabled!