દેશી બનાવટની બંદુક સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.

દેશી બનાવટની બંદુક સાથે એક ઇસમને  ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.
Spread the love

દેશી બનાવટની બંદુક સાથે એક ઇસમને પાલીતાણાના જીવાપર ગામેથી ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.

ભાવનગર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે સારૂ જીલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો બાબતે માહિતી મેળવી આવા ઇસમોને ઝડપી પાડવા ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી અશોક કુમાર સાહેબે તથા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ હતી.
જે સુચના અનુસંધાને એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી હકિકત આધારે *પાલીતાણાના જીવાપર ગામેથી આરોપી હનીફભાઇ કરીમભાઇ મોરી/ડફેર ઉ.વ.૩૦ રહેવાસી પાલીતાણા પાવકવન ની બાજુમાં ભીલવાસ, ગરાજીયા રોડ મુળ- ગામ નગરા, તા.વઢવાણ, જી.સુરેન્દ્રનગર* વાળાને એક ગેરકાયદેસરની દેશી બનાવટની બંદુક સાથે ઝડપી પાડી તેના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી એસ.ઓ.જી. શાખાના પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયાએ આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ આપી પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. અને આગળની તપાસ પાલીતાણા ટાઉન પોલીસ ચલાવી રહી છે.
*આ કામગીરીમાં એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ.શ્રી કે.બી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ અના. એ.એસ.આઈ જગદિશભાઇ મારૂ તથા પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયા તથા હારીતસિંહ ચૈાહાણ તથા ડ્રાઇવ પોલીસ કોન્સ. પરેશભાઈ પટેલ જોડાયા હતા

રીપોર્ટ સતાર મેતર

IMG-20210924-WA0018.jpg

Advertisement
Right Click Disabled!