મોબાઇલ ટુ સ્પોટર્સ યોજના હેઠળ નવરાત્રિ વિષય પર ચિત્રસ્પર્ધા યોજાશે

મોબાઇલ ટુ સ્પોટર્સ યોજના હેઠળ નવરાત્રિ વિષય પર ચિત્રસ્પર્ધા યોજાશે
Spread the love

મોબાઇલ ટુ સ્પોટર્સ યોજના હેઠળ નવરાત્રિ વિષય પર ચિત્રસ્પર્ધા યોજાશે

ભાગ લેવા ઇચ્છુકે પોતાની કૃતિ તા.૧૮ ઓક્ટોબર સુધીમાં મોકલવી

જૂનાગઢ : રાજ્ય સરકાર દ્વારા યુવાનો માટે મોબાઇલ ટુ સ્પોટર્સ યોજના શરૂ કરવામાં આવી છે. જે અન્વયે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દ્વારા ચિત્રસ્પર્ધાનું આયોજન કરાયું છે. જેમાં ભાગ લેવા ઇચ્છુકે તા.૧૮ ઓક્ટોબર સુધીમાં કૃતિ મોકલવાની રહેશે.

ગુજરાતના યુવાધનને યોગ તથા શારિરીક સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઇલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી મોબાઇલ ટુ સ્પોટર્સના અભિયાનની નવતર પહેલ કરી છે. કોરોના મહામારીના વિષમ સંજોગોમાં ફેસબૂક, વ્હોટસએપ, ઇન્સટાગ્રામ તથા વિડીયો ગેમ જેવી પ્રવૃતિઓમાં સમય વેડફતા યુવાધનની હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમતગમતની પ્રવૃતિઓ તરફ આકર્ષિત કરવા એ સમયની તાતી જરૂરિયાત છે. યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકારશ્રીએ વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન મોબાઇલ સ્પોટર્સની નવી યોજના મંજૂર કરેલ છે. આ યોજનાને મોબાઇલ ૪ સ્પોટર્સ ફેસબુક પેજ, યુ-ટ્યુબ ચેનલ, રેડિયો કવીઝ, ચિત્રસ્પર્ધા, ટેલીવિઝન તેમજ સોશિયલ મીડીયા સબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો, ઓડિયો-વિડીયો ક્લીપ રજૂ કરી યુવાનોને રમતગમતની પ્રવૃતિઓ માટે પ્રેરણા સહ આકર્ષિત કરવામાં આવશે.

આ હેતુને સુચારૂ પાર પાડવા રમતગમત, યુવા અને સાંસ્ક્રૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે એક ચિત્રસ્પર્ધાનું આયોજન કરેલ છે. જેમાં ૮ થી ૧૩(જન્મ તા.૩૧/૧૨/૨૦૨૧ ને ગણવાની રહેશે. વર્ષના બાળકો ભાગ લઇ શકશે. સ્પર્ધકે ૪-૪ સાઇઝના ડ્રોઇંગ પેપર પર ‘‘નવરાત્રી(દશેરા)’’ વિષય પર પોતાની કૃતિ તૈયાર કરી તા.૧૮/૧૦/૨૦૨૧ બપોરે ૧૨ કલાક સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, બ્લોક નં. ૧/૧, બહુમાળી ભવન, સરદારબાગ, જૂનાગઢ ખાતે મોકલી આપવાની રહેશે.

રાજ્યકક્ષાની સ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂા.૨૫૦૦૦/-, દ્રિતીય વિજેતાને રૂા.૧૫૦૦૦/-, તૃતીય વિજેતાને રૂા.૧૦૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂા.૫૦૦૦/- (પ્રત્યેકને) મુજબ અશ્વાસન ઇનામો આપવામાં આવશે. તમામ વિજેતાઓને ચિત્રકામ કીટ આપવામાં આવશે.

Advertisement
Right Click Disabled!