જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં  કોવિડ-૧૯ વેક્સીનના પ્રથમ ડોઝની કામગીરી ૧૦૦ % પૂર્ણ

જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં  કોવિડ-૧૯ વેક્સીનના પ્રથમ ડોઝની કામગીરી ૧૦૦ % પૂર્ણ
Spread the love

જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં  કોવિડ-૧૯ વેક્સીનના પ્રથમ ડોઝની કામગીરી ૧૦૦ % પૂર્ણ

કલેક્ટરડીડીઓના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગના અથાગ પ્રયાસોથી મળી સફળતા

કોવિડ-૧૯ની રસીનો બીજો ડોઝ પણ સમયસર લેવા અપીલ

        જૂનાગઢ :  જૂનાગઢ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડ-૧૯ વેક્સીનના પ્રથમ ડોઝની કામગીરી ૧૦૦ % પૂર્ણ થયેલ છે. કલેક્ટર, ડીડીઓના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવેલ રસીકરણ અભિયાનને સફળતા મળી છે.

       કોવિડ-૧૯નું સંક્રમણ અટકાવવા તથા આ વાઇરસથી બચવા વેક્સીનેશન જ એક ઉપાય છે. ત્યારે જિલ્લા કલેક્ટરશ્રી રચિત રાજ, ડીડીઓશ્રી મીરાંત પરીખના માર્ગદર્શન  હેઠળ કોવિડ-૧૯ રસીકરણ અભિયાનની ઝુંબેશ કરવામાં આવી હતી. આ કામગીરીમાં જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ૧૦૪૭૫૦૨ લક્ષ્યાંક મુજબ વેક્સીનેશનના પ્રથમ ડોઝની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

વધુમાં કોવિડ-૧૯ની રસીનો બીજો ડોઝ પણ સમયસર લેવા અપીલ જૂનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા કરવામાં આવી છે. સાથે જ સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ વેક્સીન લીધા બાદ પણ માસ્ક પહેરવા, હાથ સેનીટાઇઝરથી સાફ કરવાનું પાલન કરવા અનુરોધ કરાયો છે.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!