ડભોઇ માં સરકારી ગાઇડલાઇન મુજબ ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરવામાં આવી

ડભોઇ માં સરકારી ગાઇડલાઇન મુજબ ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરવામાં આવી
Spread the love

ડભોઇ પંથકમાં સરકારી ગાઇડલાઇન મુજબ ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરવામાં આવી.
ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મહંમદ પયગંબર ના જન્મદિવસ નિમિત્તે ડભોઈ શહેરના મુસ્લિમ બિરાદરો દ્વારા સરકારની ગાઇડલાઇન મુજબ પોતપોતાના વિસ્તારમાં સ્થાનિક જુલુસ કાઢી ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરવામાં આવી હતી.
હઝરત મહંમદ પયગંબર નો જન્મ દિવસ હોય મુસ્લિમ સમુદાય દ્વારા આજના દિવસે સમગ્ર જગતમાં તેમની યાદમાં તમામ શહેરો અને નગરો ના રાજમાર્ગો પર હર્ષોલ્લાસ ની સાથે જુલુસ કાઢી આ પર્વની ઉજવણી કરવામાં આવે છે પરંતુ હાલ કોરોના ના કારણે સરકાર શ્રી દ્વારા ઈદ-એ-મિલાદ ને લઈ જરૂરી ગાઈડ લાઈન બહાર પાડવામાં આવી છે.જેને અનુસરીને આજરોજ ડભોઈ શહેરમાં મુસ્લિમ સમુદાય દ્વારા પોત પોતાના મહોલ્લા, શેરી, સોસાયટી વિસ્તારમાં નક્કી કરેલ દાયરામાં સ્થાનિક જુલુસ કાઢવામાં આવ્યા હતા જેમાં ડભોઇ નગરના આગેવાનો યુવાનો, બાળકો અને વડીલો જોડાયા હતા સાથે ઝુલુસમાં ઠેક ઠેકાણે નાના બાળકોને નિયાઝ ની પણ વહેચણી કરવામાં આવી હતી જ્યારે યુવાનો દ્વારા ધાર્મિક મંત્ર અને નારાઓ સાથે જુલુસ ને આગળ ધપાવ્યું હતું.સાથે નાના બાળકો અને ભૂલકાઓ દ્વારા ઈસ્લામી પહેરવેશ પહેરી ઈસ્લામી ઝંડા લહેરાવી જુલુસ ની રોનક વધારી હતી.આમ નાના મોટા સૌ કોઈ આજરોજ ઇદે મિલાદુન્નબી તહેવાર ની હર્ષોલ્લાસ થી ઉજવણી કરી હતી.

રીપોર્ટ :- ચિરાગ તમાકુવાલા ડભોઇ

IMG-20211019-WA0005.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!