સંવેદના દિન નિમિતે સેવા સેતુ કાર્યક્રમ ગાંગડા પ્રાથમિક શાળા ખાતે યોજાયો

સંવેદના દિન નિમિતે સેવા સેતુ કાર્યક્રમ ગાંગડા પ્રાથમિક શાળા ખાતે યોજાયો
Spread the love

સંવેદના દિન નિમિતે સેવા સેતુ કાર્યક્રમ ગાંગડા પ્રાથમિક શાળા ખાતે યોજાયો

ગીર સોમનાથ જિલ્લાના ગાંગડા ગામમાં આજ રોજ પ્રાથમિક શાળાના પરિસર અને બિલ્ડિંગ ખાતે સંવેદના દિન નિમિતે સેવા સેતુ કાર્યક્રમ ગાંગડા પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન સમગ્ર દિવસમાં ખૂબ બહોળા પ્રમાણમાં લોકોએ સરકાર ની અનેકવિધ સેવાઓનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન તાલુકા વિકાસ અધિકારી તેમજ અન્ય અધિકારીઓએ અને કર્મચારીઓએ સ્થળ ઉપર રહીને લોકોની સામાન્ય સેવાઓ આધારકાર્ડ, પ્રધાનમંત્રી આરોગ્ય કાર્ડ, સમાજ સુરક્ષા ખાતાની અનેકવિધ યોજનાઓ તેમજ તાલુકા, જિલ્લામાંથી આવેલા અધિકારીઓ તેમજ તેમની સાથે આરોગ્ય કર્મીઓ દ્વારા વેક્સીલેશન પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત જાતિના પ્રમાણપત્ર તથા આવક ના દાખલાઓ વિગેરે સરકારની સેવાઓ વિશે માહિતગાર કરીને ગ્રાઉન્ડ લેવલ પર કાર્ય કરવામા આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ અંતર્ગત ભોજન સમારભ રાખવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા આ કાર્યક્રમ દ્વારા સરકારની સેવાઓનો લાભ લેવા માટે પ્રજાના દ્વારે આવ્યા હોય તેમ લાગી રહ્યુ છે. ગાંગડા ગામના પદાધિકારીઓ તેમજ કર્મચારીઓ અને શાળા સ્ટાફ હાજર રહી તમામ પ્રકારની સેવાઓ કાર્યક્રમ લેવલે આપી હતી.

 

રિપોર્ટ : પારૂલ સોલંકી,  કોડીનાર

Advertisement
Right Click Disabled!